Team Chabuk-Entertainment Desk: સેલિબ્રિટીઓના આપઘાતના મામલા વધી રહ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં વધુ એક ફેશન ડિઝાઈનર અને મોડલે આત્મહત્યા કરી લીધી છે. યુપીના મુરાદાબાદના સિવિલ લાઈન વિસ્તારમાં ફેશન ડિઝાઈનર અને મોડલ મુસ્કાન નારંગની (muskan narang) બેડરૂમમાં લટકતી હાલતમાં લાશ મળી આવી છે. આત્મહત્યાના એક દિવસ પહેલાં જ મુસ્કાન નારંગે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો હતો અને ગુડબાય કહી દીધું હતું. હાલ આ મામલે પોલીસ મુસ્કાનની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને વધુ તપાસ હાથ ધરી છે.


થાણા સિવિલ લાઈન્સ વિસ્તારના રામ ગંગા વિહાર કોલોનીમાં રહેતી 25 વર્ષીય મુસ્કાન નારંગે દેહરાદૂનથી ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કર્યો હતો. આ પછી તે મુંબઈમાં ફેશન ડિઝાઇનિંગનું કામ કરતી હતી. મુસ્કાન હોળી પર તેના ઘરે આવી હતી, ત્યારથી તે અહીં રહેતી હતી. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, ગુરુવારે મુસ્કાને બધા સાથે ડિનર કર્યું અને તે પછી તે બેડરૂમમાં સૂઈ ગઈ. શુક્રવારે સવારે તેણે દરવાજો ન ખોલતાં પરિવારજનોએ રૂમમાં જોયું તો ચોંકી ઉઠ્યા હતા. તે સમયે મુસ્કાનની લાશ ફાંસી પર લટકતી હતી. આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મુસ્કાનના મૃતદેહને બહાર કાઢ્યો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.


ઈન્સ્ટાગ્રામ પર ગુડબાય લખી વીડિયો પોસ્ટ કર્યો હતો
ફેશન ડિઝાઇનર અને મોડલ મુસ્કાન નારંગે તેના મૃત્યુના એક દિવસ પહેલા તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. મુસ્કાન નારંગે વિડિયો શરૂ કર્યો જાણે તેનો છેલ્લો વીડિયો હોય. વીડિયોની શરૂઆતમાં મુસ્કાને કહ્યું- “તો આજે કદાચ આ મારો છેલ્લો વીડિયો હશે. તે પછી તમે મને જોઈ શકશો નહીં. લોકો કહે છે કે તમારી જિંદગીની સમસ્યાઓ શેર કરો, શેર કરવાથી બધું ઠીક થઈ જાય છે, પરંતુ આવું કંઈ નથી. થયું. મેં ખૂબ કોશિશ કરી પરંતુ બધાને સમજાવવાની કોશિશ કરી, બહેનને, માતા-પિતાને, દોસ્તોને પરંતુ ઉલ્ટુ તે બધા મને સમજાવવા લાગ્યા. આજે હુ જે કરી રહી છે તે મારી મરજીથી કરી રહી છું. આ બધામાં કોઈનો દોષ નથી”
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
