Homeગુર્જર નગરીગુજરાતનાં ગાંધીનગરમાં ભેંસ દારૂ પી જતાં ટલ્લી થઈ ગઈ

ગુજરાતનાં ગાંધીનગરમાં ભેંસ દારૂ પી જતાં ટલ્લી થઈ ગઈ

Team Chabuk-Gujarat Desk: સામાન્ય રીતે દારૂના નશામાં ચકચૂર થઈને ટીંગલ થતાં માણસોને જોયા હશે પણ જ્યાં દારૂ પર પ્રતિબંધ છે તેવા ગુજરાતનાં ગાંધીનગરમાં ભેંસ દારૂ પી ગયાનો કિસ્સો સામે આવ્યો છે. ભેંસ નશામાં હોવાની પોલીસને ખબર મળી અને ભેંસના માલિક પાસેથી દારૂની બોટલ જપ્ત કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

હવે આવું બન્યું કેવી રીતે? ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે અને ક્યાંય દારૂ મળતો જ નથી તેવી વાતો વારંવાર થાય છે. ભૂતકાળમાં આ વાત પર વિવાદ પણ થઈ ચૂક્યો છે. જોકે આ જ ગુજરાતમાં મોટી માત્રામાં દારૂ તબેલામાંથી મળ્યો હતો. તબેલામાં દારૂ સંતાડીને રાખવામાં આવ્યો હતો. પોલીસે જ્યારે તબેલામાં દરોડો પાડ્યો તો તેમને દારૂની 101 બોટલ હાથ લાગી ગઈ. જોકે પોલીસ આવે ત્યાં સુધીમાં તો ભેંસોએ પાણીમાં ભેળવેલ દારૂ પી લીધો હતો. આ સમગ્ર વાતનો ખુલાસો એક ડોક્ટરનાં કારણે થયો. જે દારૂ પીવાથી બીમાર થયેલી બે ભેંસની સારવાર કરવા માટે આવ્યા હતા.  

ગાંધીનગરમાં ભેંસનો તબેલો ચલાવતા આ શ્રીમાને દારૂની બોટલો પાણીમાં સંતાડીને રાખી હતી. પાણી પીવાના આ કુંડમાં બોટલો ગમે તે કારણોસર ખુલી ગઈ. એ સમયે જેટલી પણ ભેંસો પાણી પીવા આવતી હતી તે પાણીની જગ્યાએ મદીરાપાનનું સેવન કરતી હતી.

પાણીમાં દારૂની બોટલ ખુલી ગઈ હોય જેટલી પણ ભેંસે પીધું એ પીધા પછી આમથી તેમ લથડવા થવા લાગી. દારૂનો નશો ચડી ગયો હતો. દારૂની અસર વધારે થવાના કારણે બે ભેંસ તો બીમાર પણ પડી ગઈ. ભેંસોની આવી સ્થિતિ જોઈને તબેલાના માલિકે ડોક્ટરને બોલાવ્યા હતા.

ડોક્ટર આવ્યા અને કુંડના પાણીનો રંગ જોઈ ચકિત થઈ ગયા. પાણીનો રંગ તો બદલેલો જ હતો ઉપરથી તેમાંથી અજીબ પ્રકારની વાસ આવી રહી હતી. તબેલાના માલિકે પોતાની ચોરી છુપાવવા માટે ડોક્ટરને એવું કહ્યું કે, ઝાડના પાંદડા પડવાના કારણે પાણીનો કલર આવો થઈ ગયો છે.

ડોક્ટરને શંકા ગઈ, તેમને આ વાતથી સંતોષ ન થતા તેમણે LCBની ટીમને આ વાતની જાણકારી આપી હતી. પોલીસ તબેલામાં પહોંચી અને તેમને ભારે માત્રામાં દારૂ મળ્યો હતો. દારૂની બોટલોની કિંમત 35 હજાર રૂપિયા આંકવામાં આવી છે. પોલીસને તપાસ કરતા એ વાતની જાણ મળી કે બોટલ અંદર તૂટી ગઈ હતી અને ભેંસ એ દારૂવાળું પાણી પી જતાં ટલ્લી થઈ ગઈ. હાલ પોલીસે તબેલાના માલિક દિનેશભાઈ ઠાકોર, અંબારામ ઠાકોર અને રવિ ઠાકોરની વિરૂદ્ધ કેસ ફાઈલ કર્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments