Team Chabuk-National Desk: નરેન્દ્ર મોદી સરકારના મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફાર બાદ આજે સાંજે પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી થયેલી કેબિનેટ બેઠકમાં ખેડૂત, કોરોના મહામારી વગેરે મુદ્દાઓ પર મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી. કોરોના માહામારી સામે લડવા માટે 23123 કરોડના ઇમરજન્સી હેલ્થ પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત એક લાખ કરોડ રૂપિયા મંડી મારફતે ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે. કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, મનસુખ માંડવિયા અને નરેન્દ્ર સિંહ તોમરે આ અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી.
સાંજે પાંચ વાગ્યે શરૂ થયેલી બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, સરકાર મંડીઓનું સશક્તિકરણ કરવા માંગે છે. સરકારે આ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. જે પ્રમાણે એક લાખ કરોડ રૂપિયા મંડીઓ મારફતે ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે.
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે માહિતી આપતા જણાવ્યું કે, એપીએમસી મંડીઓને વધુ મજબૂત કરવામાં આવી રહી છે. કૃષિ મંડીઓને વધુ સંશાધનો આપવામાં આવશે. મંડી બંધ થવાની નથી. નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, આપણા દેશમાં એક મોટો વિસ્તાર છે જ્યાં નારિયેળની ખેતી થાય છે, નારિયેળનું ઉત્પાદન વધે તે માટે નારિયળ બોર્ડ 1981માં બન્યું હતું. આ બોર્ડમાં સરકાર સંશોધન કરવા જઈ રહી છે. બોર્ડના અધ્યક્ષ ખેડૂત સમૂદાયમાંથી જ હશે અને તે ગ્રાઉન્ડ લેવલની હકીકતને સાચી રીતે સમજી શકશે. આ ઉપરાંત એક્ઝિક્યુટીવ પાવર માટે એક સીઆઈઓ બનાવવામાં આવશે. બોર્ડમાં બે પ્રકારના સભ્યો હશે. કેન્દ્રીય કૃષિ મંત્રી તોમરે જણાવ્યું કે, મંડીઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો ઉપયોગ પણ કરી શકશે.
LIVE Now #Cabinet Briefing at National Media Centre, #NewDelhi
— PIB India (@PIB_India) July 8, 2021
Watch on #PIB‘s
YouTube: https://t.co/wECc5hHsFB
Facebook: https://t.co/p9g0J6q6qv https://t.co/8HHqNCCDSd
નવા બનેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, સ્વાસ્થ્ય વિભાગમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. દેશના તમામ 736 જિલ્લામાં પેડિયાટ્રિક યુનિટ બનાવવામાં આવશે. 20 હજાર નવા આઈસીયુ બેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. કોરોના સામે લડવા માટે ઈમરજન્સી હેલ્થ પેકેજ અંગે પણ સ્વાસ્થ્ય મંત્રીએ જાણકારી આપી હતી. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, કોરોના સામે લડવા માટે 23123 કરોડનું ઈમરજન્સી હેલ્થ પેકેજ બનાવવામાં આવ્યું છે.
प्रधानमंत्री श्री @NarendraModi जी के नेतृत्व में देश कोरोना महामारी के मौजूदा खतरे की रोकथाम और प्रबंधन के लिए तैयार है।
— Mansukh Mandaviya (@mansukhmandviya) July 8, 2021
आज कैबिनेट ने ₹23,123 करोड़ का आवंटन करते हुए Emergency Response & Health System Preparedness Package: Phase-II को मंज़ूरी दी है। #CabinetDecisions pic.twitter.com/7j6a7sRnc2
મહત્વનું છે કે ગઈકાલે સાંજે મોદી સરકારના મંત્રીમંડળમાં મોટા ફેરફાર સાથે 43 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. શપથ ગ્રહણ પહેલા જ આજની કેબિનેટ બેઠક નક્કી કરી દેવામાં આવી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. કેબિનેટ બેઠક બાદ મંત્રી પરિષદની બેઠક પણ બોલાવવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત