Homeગુર્જર નગરીગાંધીનગરઃ જિલ્લા પંચાયતની આંકડા શાખામાં આગ, મહત્વના દસ્તાવેજો બળીને રાખ

ગાંધીનગરઃ જિલ્લા પંચાયતની આંકડા શાખામાં આગ, મહત્વના દસ્તાવેજો બળીને રાખ

Team Chabuk-Gujarat Desk: ગાંધીનગર જિલ્લા પંચાયતની આંકડા શાખામાં સવારે ભીષણ આગ લાગતા શાખામાં રાખેલા મહત્વના દસ્તાવેજો અને કમ્પ્યુટર બળીને રાખ થઈ ગયા હતા. આગ લાગવાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.

લાભપાંચમનો દિવસ ગાંધીનગર જિલ્લા પંચાયત માટે અશુભ દિન સાબિત થયો. સવારે પંચાયત કચેરી ખૂલવાના થોડા સમય અગાઉ જ પંચાયત કચેરીના પ્રથમ માળે આવેલી આંકડા શાખામાં ભીષણ આગ લાગી ગઈ હતી. આગનો કોલ મળતા જ નજીકમાં જ આવેલી ગાંધીનગર ફાયરબ્રિગેડની ટીમ તરત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા હતા. અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.  ફાયરબ્રિગેડની ટીમે સમયસર પહોચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો, પરંતુ જિલ્લા પંચાયતના બે વિભાગનો રેકોર્ડ તેમજ બાર જેટલાં કમ્પ્યુટર બળીને ખાખ થઈ ગયાં હતાં. સદનસીબે બીજી કોઈ જાનહાનિ થઈ ન હતી

આ દુર્ઘટનામાં પંચાયતની આંકડા શાખામાં રાખેલાં મહત્ત્વના દસ્તાવેજો, કમ્પ્યુટર તેમજ ઈલેક્ટ્રિક વાયરિંગ  સંપૂર્ણ બળીને રાખ થઈ ગયા હતા.બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ તેમજ એફએસએલ નિષ્ણાતોની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. તપાસ બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવશે. હાલ આ મુદ્દે વધુ તપાસ શરૂ કરાઈ છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.

ગાંધીનગર જિલ્લા પંચાયતમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ પંચાયતમંત્રી બ્રિજેશ મેરજા પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચેલા બ્રિજેશ મેરજાએ સ્થળ મુલાકાત કરીને ઘટનાની સમીક્ષા કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments