Team Chabuk-Cinema Desk: બોલિવુડ અભિનેત્રી કેટરીના કૈફ (katrina kaif) અને વિક્કી કૌશલ (vickey kaushal) લગ્નના બંધનમાં (marriage) બંધાવા જઈ રહ્યા છે. કેટરીના કૈફ અને વિક્કી કૌશલે દિવાળીના દિવસે જ ડિરેક્ટર કબીર ખાનના ઘરે સગાઈ કરી લીધી છે. સગાઈ બાદ હવે લગ્નની પણ તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. કેટરીના કૈફ અને વિક્કી કૌશલની લગ્ન સેરેમની 6 દિવસ સુધી ચાલશે. આવતા મહિને 7 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી રાજસ્થાનના સવાઈ માધોપુરના ચૌથના બરવાડાની સિક્સ સેન્સ બરવાડા ફોર્ટ હોટલમાં બન્નેના લગ્નની સેરેમની ચાલશે.
છ દિવસ સુધી આ હોટલ લગ્ન માટે બુક કરી લેવામાં આવી છે. આ છ દિવસ લગ્નના વિવિધ ફંક્શન યોજવામાં આવશે. લગ્નની ઔપચારિક જાહેરાત બાકી છે. હોટલ મેનેજમેન્ટે પણ આ સ્પેશિયલ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હોટલનાં અંદરનાં સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, લગ્ન માટે બુકિંગ કન્ફર્મ થઈ ગયું છે, જોકે કયા દિવસે કયું ફંક્શન યોજાશે એની માહિતી હજી સુધી સામે આવી નથી.
વેડિંગ ફંક્શન બહુ મોટા પાયે કરવામાં આવશે નહીં. જોકે સલમાન ખાન સહિત અનેક જાણીતી હસ્તીઓ લગ્નમાં સામેલ થાય એવી શક્યતા છે. લગ્ન જનાના મહેલમાં યોજાશે. વેડિંગમાં સુરક્ષાની પૂરી જવાબદારી પ્રાઇવેટ ગાર્ડને સોંપવામાં આવી છે. ચૌથના બરવાડામાં આવેલો આ કિલ્લો 14મી સદીમાં બનેલો છે. આ કિલ્લો રાજપૂતાના શૈલીમાં છે. હાલમાં મહેલમાં આલીશાન હોટલ બનાવવામાં આવી છે. રેસ્ટોરેશન બાદ ઓક્ટોબરમાં જ ઓપનિંગ શરૂ કરવામાં આવ્યું છે.
સલમાન ખાનની હાજરીમાં કર્યું હતું પ્રપોઝ
બોલિવુડ અભિનેત્રી કેટરીના કૈફને અભિનેતા વિક્કી કૌશલે વર્ષ 2019માં એક એવોર્ડ ફંક્શનમાં પ્રપોઝ કર્યું હતું. આ એવોર્ડ ફંક્શનમાં કેટરીના કૈફનો એક્સ બોયફ્રેન્ડ અને અભિનેતા સલમાન ખાન પણ હાજર હતો.
વિરાટના પાડોશી બનશે
મળતી માહિતી પ્રમાણે લગ્ન બાદ કેટરીના કૈફ અને વિક્કી કૌશલ સાથે રહેવા માટે એક ઘરની શોધમાં છે. અને તેમણે મુંબઈના જુહૂ વિસ્તારમાં એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ ભાડે રાખી લીધો છે. લગ્ન બાદ બન્ને આ એપાર્ટમેન્ટમાં રહેવા જશે. મહત્વનું છે કે વિક્કી અને કેટરીનાએ જે લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ ભાડે રાખ્યો છે તે એપાર્ટમેન્ટની બિલ્ડિંગમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ રહે છે. તેથી કેટરીના પોતાની બેસ્ટ ફ્રેન્ડ અનુષ્કા શર્માની પાડોશી બનવા જઈ રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત