Team Chabuk-Gujarat Desk: 10 નવેમ્બર સુધી ગુજરાતનાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છનાં દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠાંની સંભાવના છે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીએ તો 10 નવેમ્બર સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છનાં દરિયાકાંઠા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. તંત્રએ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ સહિત જૂનાગઢ, રાજકોટ, દ્વારકા અને જામનગરમાં તાત્કાલિક જરૂરી પગલાં લઈ ખુલ્લામાં પડેલા અનાજને નુકસાની ન થાય એની તકેદારી રાખવા ચેતવણી આપી છે.
આજથી ટેકાના ભાવે મગફળીની શરૂઆત કરાઈ છે જો કે, માવઠાની આગાહીના પગલે જેતપુર કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી સ્થગિત રખાઈ હતી. કેન્દ્ર પર ખુલ્લામાં મગફળી રાખવાની જગ્યા ફાળવવામાં આવતા ખરીદી શરૂ કરાઈ ન હતી. યોગ્ય વ્યવસ્થા કરી આવતીકાલથી મગફળનીખરીદી શરૂ કરાશે.
હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવાર અને રાતનાં તાપમાનમાં તફાવત જોવા મળી રહ્યો છે. હાલમાં વલસાડ અને નલિયામાં લઘુતમ 16 ડીગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં પણ તાપમાન નીચું જતાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગ મુજબ આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની સંભાવના છે.
હવામાન વિભાગ મુજબ પવનની દિશા બદલાતાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાનું શરૂ થયું છે. હવે ધીમે ધીમે ઠંડી જમાવટ કરી રહી છે. વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે સામાન્ય ગરમીનો અનુભવ થવાથી મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે.ઠંડા પવનોને કારણે રાજ્યના મોટા ભાગનાં શહેરના લઘુતમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે.
ગુજરાતમાં આગામી સમયમાં ઠંડીનો ચમકારો વધવાના સંકેતો મળી રહ્યા છે. રાજ્યનાં કેટલાંક શહેરોમાં સવારે લોકો ઠૂંઠવાયા હતા. સોમવારે ગાંધીનગર-નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. તો અમદાવાદમાં પણ તાપમાનનો પારો ગગડ્યો હતો. આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની સંભાવના છે. બીજી તરફ, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત