Homeગુર્જર નગરીનવી ખેલકૂદ નીતિ: રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતના રમતવીરો ગુજરાતને અપાવશે નવી ઓળખ, રમત...

નવી ખેલકૂદ નીતિ: રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતના રમતવીરો ગુજરાતને અપાવશે નવી ઓળખ, રમત ગમત ક્ષેત્રે અધધ ખર્ચ કરાશે

Team Chabuk-Gujarat Desk: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદથી ખેલમહાકુંભનાં 11મા સંસ્કરણનો ભવ્યાતિભવ્ય શુભારંભ કરાવ્યો હતો તેની સાથે રાજ્યની નવી “ખેલકૂદ નીતિ” જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં રમતગમત આંતરમાળખું ઊભું કરવા પર આ નવી નીતિમાં ખાસ ભાર મુકવામાં આવ્યો છે. પ્રતિભાશાળી રમતવીરો, સિનિયર કોચ, જિલ્લા રમતગમત અધિકારીઓ, રાજ્ય રમતગમત સંસ્થાઓ અને ફેડરેશન જેવા હિતધારકો સાથે વિસ્તૃત પરામર્શ કર્યા પછી આ નવી નીતિ ઘડવામાં આવી છે.

અપૂર્વ પહેલરૂપે ડિજિટલ અને સોશિયલ મિડિયા પ્લેટફોર્મ મારફત રાજ્યના સામાન્ય લોકો પાસેથી વિચારો પણ મેળવવામાં આવ્યા હતાં. આ નીતિ મુજબ પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ(પીપીપી)ને ઉત્તેજન આપવામાં આવશે. રમતવીરો ઉત્કૃષ્ઠ ખેલ દર્શાવે તે માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઈવેંટ્સનું ક્ષેત્ર વધુ વિસ્તારવામા આવશે. રાજ્યમાં માત્ર રમતગમતના જ માલસામાનનું ઉત્પાદન કરતું હોય તેવો એક સમૂહ(ક્લસ્ટર)પણ સ્થાપવામાં આવશે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા ફિઝીકલ એજ્યુકેશનના નવા કોર્ષ ચાલુ કરી તેનું વિસ્તૃતીકરણ કરવામાં આવશે. આ નવી નીતિનો કાર્યકારી સમયગાળો ૫ વર્ષનો રહેશે અને તે ગુજરાતમાં તમામ નાગરિકોની રમતગમતલક્ષી તમામ જરૂરિયાતો પરિપૂર્ણ કરવાનો પ્રયાસ કરશે જેનાથી ગુજરાત દેશનું પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોનું કેન્દ્ર બનશે. 

shreeji dhosa

રાજ્યના ખેલાડીઓની સિદ્ધિ

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે વર્ષ 2022-23 માટે 517.18 કરોડની અંદાજપત્રીય જોગવાઇ કરવામાં આવી છે. રમત-ગમત વિભાગ હસ્તકની વિવિધ યોજનાઓનો લાભ લઇ રાજ્યના ખેલાડીઓએ સિધ્ધિ રૂપે મેળવેલા મેડલો બાબતે મંત્રીશ્રીએ વિગતો આપતા કહ્યુ કે, છેલ્લા 5 વર્ષમાં રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધાઓમાં શક્તિદૂતના ખેલાડીઓએ વ્યક્તિગત અને ટીમ સ્પર્ધાઓમાં 229 ગોલ્ડ, 142 સિલ્વર અને 101 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 472 મેડલ મેળવ્યા છે અને જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજનાના ખેલાડીઓએ વ્યક્તિગત અને ટીમ સ્પર્ધાઓમાં 119 ગોલ્ડ, 113 સિલ્વર અને 216 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 468 મેડલ મેળવ્યા છે. જયારે સેન્ટર ઓફ એકસલન્સ યોજનાના ખેલાડીઓએ વ્યક્તિગત અને ટીમ સ્પર્ધાઓમાં 102 ગોલ્ડ, 144 સિલ્વર અને 198 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 444 મેડલ મેળવ્યા છે. તો બીજી તરફ આંતરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં શક્તિ-દૂતના ખેલાડીઓએ 193 ગોલ્ડ, 123 સિલ્વર અને 78 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 394 મેડલ અને જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજનાના ખેલાડીઓએ વ્યક્તિગત અને ટીમ સ્પર્ધાઓમાં ૦6 ગોલ્ડ, ૦2 સિલ્વર અને ૦1 બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૦9  મેડલ મેળવ્યા છે. તે ઉપરાંત સેન્ટર ઓફ એકસલન્સ યોજનાના ખેલાડીઓએ વ્યક્તિગત અને ટીમ સ્પર્ધાઓમાં 18 ગોલ્ડ, 21 સિલ્વર અને 16 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 55 મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

રમતગમત ક્ષેત્રેના સર્વાંગી વિકાસ માટે રાજય સરકારે અમલમાં મૂકેલી વિવિધ યોજનાઓની જાણકારી આપી મંત્રીએ કહ્યુ કે, આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રતિભાશાળી ખેલાડીઓને તથા ઓલિમ્પિક કક્ષાના રમતવીરો તૈયાર કરવાના ધ્યેય સાથે શક્તિદૂત યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનામાં ઓલિમ્પિક 2024 તથા 2028ના સંભવિત ખેલાડીઓને વાર્ષિક રૂ.25 લાખની મહત્તમ મર્યાદામાં તથા અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓને વાર્ષિક રૂ.5 લાખ અને યંગ ટેલેન્ટેડ ખેલાડીઓ ને રૂ.2.50 લાખની મહત્તમ મર્યાદામાં નીડબેઝ સહાય આપી તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત દરેક ખેલાડીને રૂ. 5 લાખના મેડીક્લેમ અને રૂ. 5 લાખના અકસ્માત વીમાથી સુરક્ષિત કરવામાં આવે છે. 

shreeji dhosa

તેમણે ઉમેર્યુ કે, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ધદ્રષ્ટીથી રાજયમાં વર્ષ 2010માં ખેલમહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારથી નિયમિતપણે ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવે છે. આ વખતે 11માં ખેલમહાકુંભ માટે વિક્રમ જનક 55,59,194 રજિસ્ટ્રેશન થયેલ છે, જે ખરેખર વિક્રમજનક સિદ્ધિ છે અને આગામી સમયમાં ખેલમહાકુંભમાં વધુમાં વધુ રમતવીરો ભાગ લઇ શકે તેવું આયોજન કરવામાં આવનાર છે.

ખેલમહાકુંભમાં 36 વિવિધ રમતો અને 6 વયજુથની સ્પર્ધાઓના જિલ્લા અને રાજ્ય કક્ષાએ વિજેતા ખેલાડીઓને રૂપિયા 35 કરોડથી વધુ રકમના પુરસ્કાર આપવા તથા આયોજન માટે  રૂ.72 કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. આ સાથે દિવ્યાંગ ખેલાડીઓને માટે પણ માટે  રૂ.2.79 કરોડની જોગવાઇ દર વર્ષની જેમ સ્પેશ્યલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવનાર છે તથા વિજેતા ખેલાડીઓને પુરસ્કારની રકમ DBTના માધ્યમથી RTGS વિતરણ કરવામાં આવશે.

9 જિલ્લામાં રમત-ગમત સંકુલ બનશે

તેમણે કહ્યુ કે, રાજય સરકારે વર્ષ-2006થી સરદાર પટેલ રમત સંકુલ યોજના અમલ કરી ખેલ કૌશલ્ય વિકાસ સાથે માળખાગત સુવિધાના વિકાસ માટે પણ કટીબધ્ધતા દર્શાવી છે. હાલમાં 19 જિલ્લાઓમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ કાર્યરત છે. જેમાં વિવિધ જિલ્લાઓમાં જરૂરીયાત મુજબ અદ્યતન સુવિધાઓના અપગ્રેડેશનની કામગીરી થઈ રહ્યા છે. ગાંધીનગર, તાપી, જુનાગઢ, બોટાદ અને ભરૂચ ખાતે રમત સંકુલ નિર્માણની કામગીરી પ્રગતિમાં છે. તે ઉપરાંત નવસારી, વલસાડ, છોટા-ઉદેપુર, દેવભૂમિ-દ્વારકા, સુરત, મોરબી, ગીર-સોમનાથ, અરવલ્લી તથા મહિસાગર જિલ્લામાં રમતગમત સંકુલના નિર્માણ માટે જમીન મેળવવાની કામગીરી પ્રગતિમાં છે.

shreeji dhosa

વધુમાં જણાવ્યુ કે, રાજ્યની સાંસ્કૃતિક ધરોહર અને પ્રણાલીઓને લોકભોગ્ય અને લોકાભિમુખ બનાવવા, તેનો વ્યાપ વધારવા માટે અને કલાકારોના સાંસ્કૃતિક ઉત્થાન માટે સરકાર હરહંમેશા સક્રિય છે. ભારત સરકાર દ્વારા દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે તારીખ 12મી માર્ચ, 2021થી શરૂ કરીને સમગ્ર દેશમાં “આઝાદી કા અમૃત મહોસત્વ” ની ભવ્ય ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે.

રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ રાજ્યકક્ષાએ આ ઉજવણીના સંકલન અને માર્ગદર્શનની કામગીરી કરી રહી છે. આ ઉજવણીની શરૂઆત 12મી માર્ચ 2021ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દાંડીયાત્રાના શુભારંભથી કરવામાં આવી. જેમાં રાજ્યમાં સ્વતંત્રતા સંગ્રામ સાથે સંકળાયેલા મહત્વના 75 સ્થળોએ મંત્રીઓ, અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ અને લોકોની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા. રાજ્યના વિભાગો દ્વારા “આઝાદી કા અમૃત મહોસત્વ” માં જન-ભાગીદારીને સાંકળીને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.

તેમણે ઉમેર્યુ કે, શાસ્ત્રીય સંગીત સામ્રાજ્ઞી બેલડી સ્‍વ. તાના અને રીરીની પુણ્‍યસ્‍મૃતિમાં વડનગર ખાતે તાનારીરી મહોત્‍સવનુ આયોજન કરવામાં આવે છે. રાષ્ટ્રકક્ષાએ ખ્યાતનામ મહિલા શાસ્ત્રીય સંગીત બેલડી કલાકારનું 5 લાખનો રોકડ પુરસ્કાર, મોમેન્ટો અને શાલથી બહુમાન કરવામાં આવે છે. શાસ્ત્રીય સંગીતના ખ્યાતિ પ્રાપ્ત કલાકારો ધ્વારા શાસ્ત્રીય સંગીતની પ્રસ્તુતી કરવામાં આવે છે. સંગીત, નૃત્ય, નાટય અને લોકકલા ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર 12 કલાકારોને ગૌરવ પુરસ્કાર આપવામાં આવે છે, જેમા પ્રત્યેકને 51 હજારનું રોકડ પુરસ્કાર, તામ્રપત્ર, શાલ તથા પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે.

તેમણે કહ્યું કે, ગુજરાતના કલાવારસાની બાબત રાષ્ટ્ર તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિધ્ધિ મેળવે તેમજ વર્તમાન પેઢીના શાસ્ત્રીય સંગીતકારોને પ્રોત્સાહન મળે તે માટે પાત્રતા ધરાવતા પુરૂષ કલાકાર મહાનુભાવોને પંડિત ઓમકારનાથ શાસ્‍ત્રીય સંગીત એવોર્ડ આપવામાં આવે છે. સન્માનિત કલાકારશ્રીઓને 5 લાખનો પુરસ્કાર,  શાલ, તામ્રપત્ર અને મોમેન્ટો આપવામાં આવે છે.

તેમણે જણાવ્યુ કે, છેવાડાના ગામડાઓથી માંડીને શહેરોમાં વિવિધ કલાઓ માટે હકારાત્મક વાતાવારણ ઊભું થાય, પ્રતિભાશાળી કલાકારોને આગળ આવવાની તક મળે, કલાકારોની આંતરિક શક્તિઓને પુરસ્કૃત કરી શકાય તે હેતુથી કલા મહાકુંભની શરૂઆત રાજ્ય સરકાર દ્વારા વર્ષઃ 2017થી કરવામાં આવ્યું છે. આ અંગે વાર્ષિક બજેટ જોગવાઇ 8 કરોડની કરવામાં આવી છે. ચાલુ વર્ષે તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા અને પ્રદેશ કક્ષા સુધીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 3,69,334 કલાકારોએ ભાગ લીધો છે.

હર્ષ સંઘવીએ કહ્યુ કે, રાજ્યમાં વાંચન પ્રવૃત્તિના વિકાસ માટે સરકાર ખુબ સારી પ્રવૃત્તિઓ કરી રહી છે. નિયામક ગ્રંથાલય કચેરી દ્વારા રાજયના પ્રજાજનોને વિનામૂલ્યે શિષ્ટ જ્ઞાનવર્ધક વાંચન સાહિત્ય ઉપલબ્ધ બને તે ઉદ્દેશથી રાજ્યમાં હાલ કુલ 299 સરકારી ગ્રંથાલયો કાર્યરત છે. તે પૈકી 02 મધ્યસ્થ ગ્રંથાલય, 26 સરકારી જિલ્લા ગ્રંથાલય અને 54 સરકારી તાલુકા ગ્રંથાલયોની ગ્રંથ આપલેની સુવિધા કોમ્પ્યુટરાઇઝ કરવામાં આવી છે. ઉપરાંત રાજયમાં લાયબ્રેરી ક્ષેત્રમાં કામ કરતી 3246 સ્વૈચ્છીક સંસ્થાઓને નિભાવ અનુદાન આપી ૩૨૪૬ જેટલા અનુદાનિત ગ્રંથાલયો ચલાવવામાં આવે છે.

ગ્રંથાલયોને આધુનિક બનાવવાની કામગીરી

તેમણે ઉમેર્યુ કે, રાજયના રાજકોટ, વડોદરા, મહેસાણા, જૂનાગઢ અને વડોદરા ખાતેના સરકારી જિલ્લા ગ્રંથાલયોને સ્માર્ટ ગ્રીન લાયબ્રેરી પ્રોજેકટ અન્વયે 5 કરોડના ખર્ચથી અત્યાધુનિક બનાવાઇ રહ્યા છે. આ ઉપરાંત, ગાંધીનગર ખાતેના સરકારી જિલ્લા ગ્રંથાલયને ગાંધીનગર મહાનગરપાલિકાના સહયોગથી સ્માર્ટ લાયબ્રેરી પ્રોજેકટ અન્વયે 10 કરોડના ખર્ચથી અદ્યતન નવા ભવનના નિર્માણની કામગીરી પ્રગતિ હેઠળ છે. રાજય સરકાર દ્વારા રાજયમાં સાર્વજનિક ગ્રંથાલય પ્રવૃત્તિને વેગ મળે તે માટે વર્ષ-2022-23માં કુલ 4,392.૦3 લાખની જોગવાઇ સુચવવામાં આવી છે.

રાજયના અનુસુચિત જાતિના યુવાનો માટે ડૉ. બાબાસાહેબ આંબેડકર સ્પર્ધાત્મક સાહિત્ય યોજના અન્વયે 854 લાખની કિંમતના સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી વાંચન સામગ્રી રાજયના સરકારી ગ્રંથાલયો, આદર્શ નિવાસી શાળાઓ, આંબેડકર ભવનો, સરકારી કન્યા અને કુમાર છાત્રાલયો ખાતે ફાળવવામાં આવ્યા છે.

વિભાગે રજુ કરેલી નવી બાબતો અંગે વિગતો આપતા મંત્રીએ જણાવ્યુ કે, રાજ્યમાં રમતગમતની પ્રવૃત્તિઓને વેગ આપવા માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવવા બાબત રાજ્ય સરકાર ધ્વારા વિવિધ જિલ્લાઓમાં ખેલાડીઓ માટે રમત સંકુલોનાં અપગ્રેડેશન તથા નવા રમત સંકુલોના નિર્માણ માટે કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં પાલનપુર અને છોટા ઉદેપુર ખાતે મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ બનાવવા તથા વડોદરા, પાટણ અને કાનપુર વ્યારા ખાતે સિન્થેટીક એથલેટીક્સ ટ્રેકના નિર્માણ, કાનપુર વ્યારા ખાતે 200 ખેલાડીઓની હોસ્ટેલ બનાવવા અને જસદણ ખાતે તાલુકા કક્ષાના રમત સંકુલના નિર્માણ માટે, કોસમડી જીઆઇડીસી તાલુકો અંકલેશ્વર ખાતે મલ્ટીપર્પઝ હોલ સહિત રમત સંકુલ વિકસાવવા માટે, રાજ્યમાં જિલ્લા કક્ષાના રમત સંકુલના નિર્માણ માટે તથા અદ્યત્તન સ્પોર્ટ્સ સ્કૂલ બનાવવા કુલ 32.50 કરોડની નવી બાબતની જોગવાઇ કરવામાં આવી છે. તે ઉપરાંત સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનીવર્સીટી, ડેસર  ખાતે માળખાગત સુવિધાઓ વિકસાવવા માટે કુલ 10.20 કરોડની નવી બાબતની જોગવાઇ કરવામાં આવી છે.

વિવિધ યુનિવર્સિટીઓને નાણાકીય ફાળવણી

તેમણે જણાવ્યુ કે, રાજ્યની નગરપાલિકાઓ, મહાનગર પાલિકાઓ, સરકારી યુનિવર્સિટી અને કોલેજમાં ઉપલબ્ધ જમીનનો રમત ગમત માટે મહત્તમ ઉપયોગ થાય તે માટે રાજ્ય સરકાર ધ્વારા અર્બન સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજના ચલાવવામાં આવે છે. આ યોજના થકી શહેરી વિસ્તારમાં પણ રમત ગમતનાં મેદાનો તથા કોમ્પ્લેક્ષ વિકસાવવાનો રાજ્ય સરકારનો મુખ્ય હેતુ છે. રમત ગમત વિભાગ ધ્વારા અર્બન સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજના થકી 400મી. એથ્લેટીક્સ સિન્થેટીક ટ્રેક, ઈન્ડોર હોલ, વોલીબોલ,  હેન્ડબોલ, બાસ્કેટબોલ કોર્ટ, ખો-ખો કોર્ટ, કબડ્ડી કોર્ટ, જૂડો હોલ, ફૂટબોલ ગ્રાઉન્ડ, મલ્ટિપર્પઝ હોલ, ક્રિકેટ, હોકી, રાયફલ શુટીંંગ, સ્વિમિંગ પૂલ જેવી વિવિધ રમત ગમતની સુવિધા વિકસાવવા માટે એમ.એસ.યુનિવર્સિટી, વડોદરાને 5.02 કરોડ, વીર નર્મદ યુનિવર્સિટી, સુરતને 7.70 કરોડ, ગુજરાત યુનિવર્સિટીને 10 કરોડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટને 7 કરોડ, પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીને 2.50 કરોડ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને 7 કરોડ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીને 3.50 કરોડ, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીને 2.50 કરોડ, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગરને 2.50 કરોડ મળીને કુલ 47.72 કરોડ ફાળવવામાં આવ્યા છે.

shreeji dhosa

નર્મદા જિલ્લાના રાજપીપળા અને દેડીયાપાડા, ડાંગ જિલ્લાના આહવા અને વઘઇ, સુરત જિલ્લાના તરસાલી કોસંબા અને ઉમરપાડા, અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે નવા અભિગમ સાથે અદ્યત્તન નવીન સ્માર્ટ ગ્રીન ભવનો બનાવવામાં માટે નવી બાબતની જોગવાઇ કરવામાં આવી છે.

રાજય સરકાર દ્વારા આ વર્ષે વધુ ત્રણ સરકારી જિલ્લા ગ્રંથાલયોને આધુનિક સ્માર્ટ ગ્રંથાલય બનાવવા પણ નવી બાબતની જોગવાઇ કરવામાં આવેલ છે. રાજ્યના પ્રવાસન સ્થળો પર પર્યટન પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા અને નવરાત્રી દરમિયાન માતાજીના શક્તિપીઠ પર “નવરાત્રી શક્તિ પર્વ” સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા તથા મહર્ષિ અરવિંદ ઘોષની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવા 7.25 કરોડની નવી બાબતની જોગવાઇ કરવામાં આવી છે. 

shreeji dhosa

વડનગર ખાતે સંગીત સંગ્રહાલય બનાવવા તથા નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે ગુજરાત વંદના સંગ્રહાલય બનાવવા માટે બે કરોડ રૂપિયાની નવી બાબતની જોગવાઇ કરવામાં આવી છે. તે ઉપરાંત ઇ-સાહિત્ય, ઇ-બુક્સ, ઓડીયો બુક્સ અને પોડકાસ્ટ તથા ગુજરાતની વિવિધ યુનીવર્સીટીઓ ખાતે સાહિત્ય અકાદમીના પ્રકાશિત પુસ્તકોનું સાહિત્ય કેન્દ્ર શરૂ કરવા, ભાષા સાહિત્ય સંમેલન, દર વર્ષે લીટરેચર ફેસ્ટીવલ અને સાહિત્ય યાત્રાના આયોજન, જૂનાગઢ ખાતે નરસિંહ મહેતા આંતર-રાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર સ્થાપના કરવા માટે કુલ 3.80 કરોડની નવી બાબતની જોગવાઇ કરવામાં આવી છે. આમ, આ વર્ષે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની કુલ 74.03 કરોડની નવી બાબતોની જોગવાઇ સૂચવવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments