Homeગુર્જર નગરીગીર સોમનાથઃ ગીરગઢડાના દ્રોણમાં 8 વર્ષની બાળકી પર દીપડાનો હુમલો, બાળકી ઉંઘતી...

ગીર સોમનાથઃ ગીરગઢડાના દ્રોણમાં 8 વર્ષની બાળકી પર દીપડાનો હુમલો, બાળકી ઉંઘતી હતી ત્યારે અચાનક દીપડો આવી ગયો

શૈલેષ નાઘેરા: ગીર સોમનાથના ગીરગઢડા તાલુકાનાં દ્રોણ ગામે મજૂરી કામ કરતાં પરિવારની દીકરી પર દીપડાએ હુમલો કર્યો. વાડીમાં મજૂરી કામ કરતા પરિવારની બાળકી રાત્રી સુતી હતી ત્યારે અચાનક દીપડો આવ્યો હતો અને ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે ગીરગઢડા સરકારી હોસ્પીટલમાં લઈ જવાઈ હતી.

ગીરગઢડાનાં દ્રોણ ગામની સીમ વિસ્તારમાં રામજીભાઇ જેરામભાઇ પાંચાણીની ખેતીની જમીનમાં ડુંગળીનો પાક ઉતારવા માટે બહારથી શ્રમિકો બોલાવ્યા છે. જેમાં મૂળ મહુવાના બીલડી કેશુભાઈ વાસિયા સાથે તેની 8 વર્ષની ભાણી પણ આવી હતી. રાત્રીના સમયે શ્રમિકો વાડીમાં સુતા હતા. ત્યારે અચાનક ખૂંખાર દીપડો આવી બાળકી પર હુમલો કરતા બૂમાબૂમ કરવા લાગ્યા હતા. જેને લઈને અન્ય શ્રમિકો જાગી ગયા હતા. બીજી તરફ શ્રમિકોની બૂમાબૂમથી દીપડો પણ ભાગી ગયો હતો.

shreeji dhosa

દીપડાના હુમલાથી બાળકી લોહીલોહાણ હાલતમાં તાત્કાલીક ઇમરજન્સી 108માં ગીરગઢડા સરકારી હોસ્પીટલે સારવાર માટે લઈ જવાઈ હતી. જો કે, અવાર નવાર દીપડાના હુમલાથી ખેડૂતો તેમજ શ્રમિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સાથે જ દીપડાને પાંજરે પુરવાની માગણી પણ ઉઠી છે.

shreeji dhosa

ઉલ્લેખનીય છે કે, ઊના અને ગીરગઢડામાં દીપડાની વસ્તી વધુ છે. તાજેતરમાં જ ઊના પંથકનાં ખત્રીવાડા ગામના સીમ વિસ્તારમાંથી દીપડાને પાંજરે પુરવામાં આવ્યો હતો. સીમ વિસ્તારમાં રહેતા બાબુ બારૈયાની વાડી તેમજ આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડો આંટાફેરા કરતો હતો. જે વાતની જાણ વન વિભાગને કરાતા વન વિભાગે પાંજરા મુક્યા હતા. દીપડો પકડાતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments