Team Chabuk-National Desk: કેરળના એક હિંદુ મંદિરમાં ભરતનાટ્યમની મુસ્લિમ કલાકાર વીવી માનસિયાને રોકવા પર વિવાદ ઊભો થયો છે. માનસિયાએ ફેસબુક પોસ્ટ દ્વારા આ વિશે જાણકારી આપી હતી. જેના પર કોંગ્રેસના સાંસદ શશિ થરુરે સવાલ ઉઠાવ્યો હતો કે ક્યાં છે વસુધૈવ કુટુંબકમ્.

કેરળથી સાંસદ થરુરે મંગળવારના રોજ ટ્વીટ કરી કહ્યું કે માનસિયાને અટકાવવા પર તેઓ હેરાન છે. બીજા ધર્મો જ્યારે પોતાના ધર્મનું સન્માન કરનારા અન્ય લોકોને આકર્ષિત કરવા માટે રસ્તો ખોલી નાખે છે. મસ્જિદો, ચર્ચો, ગુરુદ્વારા અને સિનેગોગના દરવાજા સૌ માટે ખોલી દેવામાં આવે છે. પણ મારા કેટલાક હિંદુ સાથીઓ અમારા મંદિરને બહારના લોકો માટે બંધ કરવાનું પસંદ કરે છે. ક્યાં છે વસુધૈવ કુટુંબકમ્.

માનસિયાએ ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે 21 એપ્રિલના રોજ મંદિરમાં પ્રસ્તુતિ આપવાની હતી, પરંતુ હવે તે મંદિરમાં પ્રસ્તુતિ નહીં આપી શકે. આ કાર્યક્રમ કેરળના ત્રિશૂરના કૂડલમાનિક્યમ મંદિરમાં થવાનો હતો. માનસિયા કેરળના મલપ્પુરમ જિલ્લાના એક મુસ્લિમ પરિવારની છે. તેના લગ્ન એક હિંદુ વ્યક્તિ સાથે થયા છે. અને તેનું કહેવું છે કે તેનો કોઈ ધર્મ નથી.

કૂડલમાનિક્યમ મંદિર બોર્ડના અધ્યક્ષ પ્રદીપ મેનનનું કહેવું છે કે, માનસિયા એક પ્રસિદ્ધ નૃત્યાંગના છે. પરંતુ નિયમ અનુસાર માત્ર હિંદુઓને અંદર પ્રસ્તુતિનો અધિકાર છે. જેના પર તિરુવનંતપુરમથી કોંગ્રેસના સાંસદ થરુરે કહ્યું છે કે તેમને કેટલાક મંદિરોમાં ગર્ભગૃહમાં પ્રવેશને લઈ જાણકારી છે. પરંતુ આ મંદિર પરિસરમાં અન્ય નૃત્યાંગનાઓ સાથે એક નૃત્ય પ્રદર્શનની ઘટના છે.

માનસિયાએ વધુમાં કહ્યું કે શું ધર્મ વગર દેશમાં રહેવું મુશ્કેલ છે? મારી સાથે આ પ્રકારનું વર્તન આ પૂર્વે પણ થઈ ચૂક્યું છે. ગુરવયુરના શ્રીકૃષ્ણ મંદિરમાં પણ પ્રસ્તુતિ નહોતી આપવા દેવામાં આવી. કેરળની પૂર્વ મંત્રી કે.કે.શૈલજાએ પણ મંદિર બોર્ડના નિર્ણયની આલોચના કરી છે. તેમણે કહ્યું કે આ ઘટના ગંભીર છે. આપણે આ માનસિકતાનો ત્યાગ કરવો પડશે. અન્યથા દેશમાં સાંપ્રદાયિકતા વધશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત