Homeગુર્જર નગરીગાંધીનગરઃ માનસિક દિવ્યાંગ યુવતી પર સામૂહિક દુષ્કર્મ, 3 આરોપીની ધરપકડ

ગાંધીનગરઃ માનસિક દિવ્યાંગ યુવતી પર સામૂહિક દુષ્કર્મ, 3 આરોપીની ધરપકડ

Team Chabuk-Gujarat Desk: ગાંધીનગરમાં ફરી એક યુવતી પર સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગરના પ્રાંતિયા ગામે ત્રણ યુવકો પર માનસિક અસ્થિર યુવતી પર બળાત્કાર ગુજાર્યાનો આરોપ લાગ્યો છે. થોડા દિવસ પહેલાં આરોપીઓએ માનસિક અસ્થિર યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી હતી જેની જાણ થતાં જ પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

સૂત્રોએ કહ્યું કે, જે યુવતી પર સામુહિક દુષ્કર્મ આચરાયું છે તે માનસિક રીતે બીમાર છે. થોડા દિવસ પહેલાં તે સાંજના સમયે ચાલવા નીકળી હતી ત્યારે આ ઘટના બની હતી. રાબેતા મુજબ તે સાંજના સમયે ચાલવા ગઈ હતી. રોજ એએખ કલાકમાં તે ઘરે પરત ફરે છે જો કે, તે દિવસે  આ યુવતી રાત્રે 9 વાગ્યે ઘરે પરત ફરી. જ્યારે તે ઘરે પરત ફરી ત્યારે તેની હાલત ખરાબ હતી. કપડાં અવ્યવસ્થિત હતા, વાળ પણ વિખરાયેલા હતા.

આ અંગે યુવતીની માતાએ તેની પૂછપરછ કરતાં યુવતીએ સમગ્ર ઘટના અંગે વાત કરી હતી. જો કે, યુવતીએ આ દરમિયાન કોઈ આરોપીના નામ આપ્યા ન હતા. બીજી તરફ પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાતા જ પોલીસે તપાસ શરૂ કરી હતી અને વિવિધ દિશામાં આરોપીની શોધખોળ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં એક યુવકનું નામ ખુલ્યું હતું જેની કડકાઈથી પૂછપરછમાં તેણે અન્ય બે યુવકના પણ નામ આપી દીધા હતા.

ફરિયાદના આધારે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે.  જેમાં પ્રાંતિયા ગામમા જ રહેતાં જીલુ લખાજી ઠાકોર, પરબત હોથાજી ઠાકોર અને લાલા ઉફે મરઘી ઠાકોરનું નામ સામેલ છે. આ અંગે ડભોડા PSI એ.એ.વછેટાએ કહ્યું હતું કે, સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધીને યુવતીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, પ્રાંતિયા ગામના ત્રણે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમની વધુ પૂછપરછ હાથ ધરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments