Team Chabuk-Gujarat Desk: દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. પેટ્રોલ અને ડિઝલ મોંઘુ થતાં લોકોના ખીસ્સા પર ભારણ વધ્યું છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાની અસર મોટાભાગના ક્ષેત્રોને પડ્યું છે. ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થયું છે. જેના કારણે બહારથી આયાત કરાતી ચીજ-વસ્તુઓના ભાવ વધ્યા છે. ખાનગી બસ સંચાલકોએ ભાડું વધારી દેતા મુસાફરી પણ મોંઘી થઈ ગઈ છે. મોંઘવારીના આ ભરડામાં ખેડૂત પણ ફસાયો છે. ડિઝલ મોંઘુ થતાં ખેડૂતો ફરી પારંપારિક ખેતી તરફ વળ્યા હોવાના અહેવાલ પણ મળ્યા છે. કેટલાક ખેડૂતો પાસે ટ્રેક્ટર હોવા છતાં તેઓ બળદ દ્વારા ખેતી કરતાં હોવાના કિસ્સા પણ સામે આવી ચુક્યા છે. તો ખંભાળિયાના એક ખેડૂતે તો મોંઘવારી સામે લડવા માટે નવો જ નુસખો અપનાવી લીધો છે. જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
કલાકનો ખર્ચ 50 રૂપિયા
ખંભાળિયાના એક ખેડૂતનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ખેડૂતે ખેતરમાં કાર પહોંચાડી દીધી છે અને ટ્રેક્ટરની જગ્યાએ કારથી ખેતી કરી રહ્યા હોવાનો દાવો કરાયો છે. દાવો છે કે, ખેડૂતે આમ કરીને એક કલાકના 350થી 400 રૂપિયા બચાવ્યા છે. કારથી ખેતી કરવાનો ખર્ચ માત્ર પ્રતિ કલાકના 50 રૂપિયા પડી રહ્યો છે. ટ્રેક્ટરથી ખેતી કરવામાં એક કલાકનો ખર્ચ 400થી 500 રૂપિયા થાય છે જેની સામે આ કારથી તેઓ 50 રૂપિયા એક કલાક કામ કરે છે.
CNGથી ખર્ચ ઘટ્યો
આ વીડિયો ખંભાળિયા તાલુકાના નવા તથિયા ગામનો હોવાનો દાવો કરાયો છે. દાવો છે કે, ખેડૂતે કારમાં CNG કીટ ફીટ કરાવી છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ ન પોસાતા ખેડૂતો આ નવી પદ્ધતિથી ખેતી કરવાનું શરૂ કર્યુ છે. આ પદ્ધતિથી ખેડૂતનો ખર્ચો ખુબ ઓછો થયો છે તે ખેડૂત ખુદ કહી રહ્યા છે. એક ખાનગી ચેનલે પ્રસારિત કરેલા અહેવાલમાં ખેડૂત આ દાવો કરી રહ્યો છે.
8 કલાકનો માત્ર 400 રૂપિયા ખર્ચ
ખેડૂતને વાવણીના સમયે ખેડૂતોને રોજ 8 કલાક ખેતરમાં કામ કરવાનું હોય છે. આ પ્રમાણે જો પ્રતિ કલાકના 400થી 500 ગણવામાં આવે તો પણ ખેડૂતને 8 કલાકનો 4 હજારથી 5 હજારનો ખર્ચ થાય છે. બીજી તરફ ખેડૂતે આ નવી પદ્ધતિથી ખેતી કરવાનું શરૂ કરતાં તે માત્ર 400 રૂપિયામાં 8 કલાક કામ કરી શકે છે. એટલે કે, આ ખેડૂત દિવસના 3 હજાર 600થી 4 હજાર 600 રૂપિયાની બચત કરી રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત