Homeદે ઘુમા કેઈશાનની ધોની સ્ટાઈલ: સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે ઈશાનનો આ...

ઈશાનની ધોની સ્ટાઈલ: સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે ઈશાનનો આ વીડિયો

Team Chabuk-Sports Desk: શ્રીલંકાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયા શાનદાર પ્રદર્શન કરી રહી છે. યુવા ખેલાડીઓ પોતાનું શ્રેષ્ઠ આપી રહ્યા છે. આ ખેલાડીઓમાં ઈશાન કિશને પોતાની બેટિંગ ઉપરાંત વિકેટકિપિંગથી પણ લોકોને પ્રભાવિત કર્યા છે. શ્રીલંકા વિરૂદ્ધ રવિવારે રમાયેલી ટી-20માં પણ તેણે શાનદાર પ્રદર્શન કરી દર્શકોના દિલ જીત્યા. આ મેચમાં તેણે શ્રીલંકન કેપ્ટનને સ્ટંપ આઉટ કરી લોકોનું ધ્યાન ખેચ્યું છે. લોકો આ સ્ટંપિંગને ધોની સ્ટાઈલ સ્ટંપિંગ કહી રહ્યા છે.

લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે, ઈશાને ધોનીની યાદ અપાવી દીધી. આ મેચમાં દસૂન શનાકાનું થોડું બેલેન્સ બગડ્યું અને ઈશાને આ તકનો લાભ ઉઠાવી તેને પવેલિયનનો રસ્તો બતાવી દીધો.  વિકેટ પાછળ પણ કમાલ કરનારો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કૂલ ધોની આ જ પ્રકારે સ્ટંપ કરી ચુક્યો છે.

વરૂણ ચક્રવર્તી પોતાના સ્પેલની છેલ્લી ઓવર માટે આવ્યો હતો. જે શ્રીલંકન ટીમની ઈનિંગની 18મી ઓવર હતી.ઓવરના ચોથા બોલ પર શનાકા બીટ થયો અને બોલ ઈશાન કિશનના ગ્લવ્સમાં ગયો. આ દરમિયાન શનાકા પોતાની જગ્યા પરથી થોડો હટ્યો. તેનો પગ ક્રિઝ પરથી  થોડો હવામાં ઉઠ્યો આટલીવારમાં જ ઈશાને તેને સ્ટંપ આઉટ કરી દીધો. મેદાન પર હાજર અમ્પાયરે ત્રીજા અમ્પાયરની મદદ લીધી જેમાં આઉટનો નિર્ણય અપાયો. ટીમ ઈન્ડિયાની આ 8મી વિકેટ હતી. બીજી તરફ શનાકાના આઉટ થતાં જ શ્રીલંકાની ટી-20 જીતવાની આશાઓ પર પણ પાણી ફરી ગયું.

જ્યારે શનાકા આઉટ થયો ત્યારે શ્રીલંકાનો સ્કોર 124 રન હતો. ઈશાન કિશનના આ કારનામાનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.વરૂણ ચક્રવર્તીએ ચાર ઓવરમાં 28 રન આપીને એક વિકેટ ઝડપી હતી. ક્રિકેટ નિષ્ણાતો દાવો કરી રહ્યા છે કે, જે રીતે ઈશાન કિશન બેટિંગ અને વિકેટકિપિંગમાં પ્રદર્શન કરી રહ્યો છે તે મુજબ તેને ટી-20 વર્લ્ડ કપમાં પણ સ્થાન મળી શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments