Homeગુર્જર નગરીઆ છે બાળકને તરછોડનાર સચિન દીક્ષિત, પોતાનું પાપ છુપાવવા પ્રેમિકા સાથે ન...

આ છે બાળકને તરછોડનાર સચિન દીક્ષિત, પોતાનું પાપ છુપાવવા પ્રેમિકા સાથે ન કરવાનું નથી કરી નાખ્યું ને ?

Team Chabuk-Gujarat Desk: ગાંધીનગરના પેથાપુરમાંથી મળી આવેલા બાળકની માતા કોણ છે તે અંગે પોલીસ પગેરું મેળવી રહી છે. સચિન દીક્ષિત નામનો આરોપી બાળકને સ્વામીનારાયણ મંદિરની ગૌશાળામાં મૂકીને જતો રહ્યો હતો. ત્યારબાદ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી સચિનની પત્નીનું આ બળક નથી ત્યારે સવાલ ઉઠ્યો છે કે, આ બાળકની માતા કોણ છે ?

આરોપી સચિનની પત્ની અને સચિનની પોલીસ હાલ પૂછપરછ કરી રહી છે. પૂછપરછ દરમિયાન સચિનની પત્નીએ દાવો કર્યો છે કે તે આ બાળક વિશે બિલકુલ અજાણ છે ઉપરાંત તેને પોતાના પતિના પ્રેમસંબંધ અંગે પણ કોઈ જ માહિતી નથી. તેણે કહ્યું કે, તે પોતાના પિયર રાજસ્થાનમાં એક પ્રસંગમાં ગઈ હતી અને પતિ સચિન ગાંધીનગરમાં એકલો હતો.

ઉલ્લેખનીય છે કે, આરોપી સચિન દીક્ષિત અને પત્નીને ગાંધીનગર લવાયા છે અને ગ્રીન સિટી બંગલો પર બંનેની મેરેથોન પૂછપરછ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, સચિન દીક્ષિત મૂળ ઉત્તરપ્રદેશનો છે જે ગાંધીનગરના સેક્ટર-26માં ગ્રીન સિટી સોસાયટીમાં રહે છે અને વડોદરાની ઓઝોન કંપનીમાં નોકરી કરે છે. દાવો છે કે, આ બાળક સચિનની પ્રેમિકાનું છે અને તેની પ્રેમિકા વડોદરા અથવા અમદાવાદની હોઈ શકે છે. પોલીસની વધુ તપાસમાં સચિનની પ્રેમિકા અંગે ખુલાસો થશે. જો કે, બાળક તરછોડી દેવાના કિસ્સામાં પ્રેમિકા મુદ્દે નવુ ટ્વીસ્ટ આવતા પોલીસ ચોંકી ગઈ છે અને તે દિશામાં હવે વધુ તપાસ કરી રહી છે.

advertisement-1

બીજી તરફ આ મુદ્દે અનેક સવાલો ઉઠ્યા છે. શું સચિને બે લગ્ન કર્યા હશે ? શું પ્રેમિકા સાથે લગ્નની વાતે ઝઘડો થયો હશે ? શું પહેલી પત્નીને સચિન છૂટાછેડા આપવાનું આયોજન કરી રહ્યો હશે ? આ ઉપરાંત સૌથી મોટો સવાલ એ છે કે, સચિનની પ્રેમિકા જીવિત છે કે નહીં ? સચિને પોતાનું પાપ છુપાવવા ન કરવાનું નથી કરી નાખ્યુને ? આ તમામ સવાલો મુદ્દે ટૂંક સમયમાં પોલીસ ખુલાસો કરશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments