Team Chabuk-Gujarat Desk: બે દિવસ ચાલેલી મેઘ મહેરના પ્રતાપે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની પ્રકૃતિ ખીલી ઉઠી છે. તેની સુંદરતા અપ્રતિમ છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે ગીર ગઢડા તાલુકાની મધ્યમાં ધુઆધાર બનીને વહેતા જમજીરના ધોધને કેમ વિસરી શકાય. તેનો ધસમસતો પ્રવાહ મોતના ધોધ તરીકે સુવિખ્યાત છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે શિંગોડા નદી બે કાંઠે છલકાય અને જમજીરના ધોધને નયનરમ્ય બનાવે. તેની મનોહરતામાં વધારો કરે. તેની સુકાય ગયેલી જમીનને ધોધના પાણી વડે ફળદ્રુપ બનાવે. તેની સુંદરતાને ચાર ચાંદ લગાવે. પ્રકૃતિનો આવો સુલભ અને દુર્લભ નજારો સૌરાષ્ટ્રમાં તો બીજે ક્યાં જોવા મળે.
જમજીર ધોધ પર્યટનનું નવું કેન્દ્રસ્થાન હોવાના કારણે દૂર દૂરથી તેને જોવા માટે પ્રવાસીઓ આવી પડે છે. ખાસ તો ચોમાસાની સિઝનમાં જમજીરનો ધોધ જે રીતે પોતાની સુંદરતા ગીરના સિંહની કેશવાળીની જેમ પાથરીને બેઠો હોય છે તેને સગ્ગી આંખે જોનારા તો એમ જ કહી બેસે છે કે, ‘આને વિકસિત કરવો જોઈએ.’ જોકે જમજીરને વિકસાવવાની માગ તો માત્ર કાગળ પર વાઘ બનીને રહી જાય છે.
શ્રાવણ અને અષાઢમાં વરસાદની જગ્યાએ ઉનાળાનું સામ્રાજ્ય રહ્યું હતું. રહી રહીને ભાદરવામાં મેઘરાજાએ ભરપૂર આશિર્વાદ આપ્યા હતા. માત્ર બે દિવસમાં જ સૌરાષ્ટ્રની કોરીધાકોર ધરતીને ભીંજવી દીધી હતી. જેથી નદી, નાળા અને ડેમ છલકાય ગયા હતા. તો કુદરતી ઝરણાઓ ફૂટી નીકળ્યા હતા. ચોમાસા બાદ પ્રકૃતિએ પહેરેલા નવા વાઘાને જોવા માટે હવે લોકોનું ઉર પણ મોર બની થનગની રહ્યું છે. ટૂંક સમયમાં તેનો ધસારો જમજીર બાજુ ફંટાય તો નવાઈ નહીં.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત