Homeગુર્જર નગરીખાંભાના 230 હેક્ટર ડુંગરાળ વિસ્તારમાં આગ; વન વિભાગ કહે અમારી જગ્યામાં નથી,...

ખાંભાના 230 હેક્ટર ડુંગરાળ વિસ્તારમાં આગ; વન વિભાગ કહે અમારી જગ્યામાં નથી, વન્યપ્રાણી સલામત હોવાનો દાવો

Team Chabuk-Gujarat Desk: સાવરકુંડલાથી ખંભાના માર્ગ પર આવેલા નાનુડી તથા લાપાળા ગામના ડુંગરાળ વિસ્તારમાં બે દિવસ પૂર્વે આગ લાગી હતી. ગામ લોકોએ આગ અંગે વન વિભાગને જાણ કરી હતી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે જાણ કર્યાંને ઘણો સમય વીતી ગયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હોવાની ફરિયાદ છે.

કયા વિસ્તારમાં હતી આગ?

નાયબ વન સંરક્ષક ગીર (પૂર્વ) વન વિભાગ, ધારીના જણાવાયાનુસાર તા.૧૮/૦૩/૨૦૨૨ના બપોરના સુમારે ખાંભા તાલુકાના નાનુડી ગામના રેવન્યુ સર્વે નંબર, લાપાળા ડુંગર વિસ્તાર ખાનગી માલીકીની જમીનો અને ભાડ ગામ રેવન્યુ વિસ્તારમાં આગ લાગવાની માહિતી મળી હતી.

300 અધિકારી કર્મચારીઓ જોડાયા

આગ લાગેલા વિસ્તારો ગીર (પૂર્વે) વન વિભાગની તુલસી શ્યામ રેન્જની રેવન્યુ બીટના વિસ્તારો અને સાવરકુંડલા રેન્જના મતિયાળા અભ્યારણ્યને અડીને આવેલ હોઈ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા વન વિભાગને આ કામગીરીમાં સાંકળવામાં આવ્યા હતા. આ કામગીરી તાત્કાલીક ગીર (પૂર્વે) વન વિભાગની તમામ રેન્જ સ્ટાફ, શેત્રુજી વન્યપ્રાણી વિભાગની રાજુલા, જાફરાબાદ, લીલીયા અને જેસર રેન્જનો સ્ટાફ અને અમરેલી સામાજીક વનીકરણ વિભાગની સાવરકુંડલા રેન્જના તમામ સ્ટાફ કુલ મળી ૩૦૦ની સંખ્યામાં જોડાયા હતા.

Fire

230 હેકટર વિસ્તારમાં આગ

આગ બુઝાવવા કુલ ૧૦ જેટલા ટ્રેકર, શ્રમયોગી, અને વન્યપ્રાણી મિત્ર અને ગાર્ડ, ફોરેસ્ટર અને રેન્જ ફોરેસ્ટ ઓફીસરોને જોડી ટીમો બનાવેલ હતી. આ કામગીરીમાં સ્ટાફ દ્વારા કાઉન્ડર ફાયર, બ્લોવર, ફાયર બોલ અને અન્ય પરંપરાગત પધ્ધતિઓનો ઉપયોગ કરી અંદાજીત ૨૩૦ હેકટર જેટલા વિસ્તારમાં ૪ કિ.મી મીતીયાળા અભ્યારણ્યની બોર્ડર પર આ દવ પારપત કરવા સફળતા મેળવી હતી. અને દવને મીતીયાળા અભ્યારણ્યમાં પ્રવેશતો અટકાવી વન્યપ્રાણીઓની સુરક્ષા કરવામાં આવી હતી.

વન્યપ્રાણીને નુકશાન ન થયું હોવાનો દાવો

જીલ્લા કલેકટર, ફાયર સ્ટેશન ઓફીસર અને પી.એસ.આઇ.ખાંભા સ્થળ પર હાજર રહ્યા હતા. જીલ્લા વહીવટી તંત્રના આદેશાનુસાર ફાયર સ્ટેશનના કુલ ૧૦ વાહનો પણ તૈનાત કરવામાં આવેલ હતા. આગ પારપત કરવાની કામગીરી પુર્ણ કર્યા બાદ વન્યપાણી મિત્રો, શ્રમયોગી, મજુર, ગાર્ડ અને ફોરેસ્ટરની અલગ અલગ ટીમો બનાવી અસરગ્રસ્ત વિસ્તારની વન્યપ્રાણીની સ્થિતિ અન્વયે હેલ્થ મોનીટરીંગ માટે સ્કેનીંગ કામગીરી હાથ ઘરવામાં આવી છે. હાલ પ્રાથમિક દ્રષ્ટીએ વન્યપ્રાણીને નુકશાન થયેલ હોય એમ જણાયું નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments