Homeગામનાં ચોરેનાગાલેન્ડ NeVA સફળતાપૂર્વક લાગુ કરનારી પ્રથમ વિધાનસભા બની

નાગાલેન્ડ NeVA સફળતાપૂર્વક લાગુ કરનારી પ્રથમ વિધાનસભા બની

Team Chbuk-National Desk: શનિવારના રોજ નાગાલેન્ડની વિધાસભાએ ઈતિહાસ રચી દીધો હતો. ભારતના આ ટચૂકડા રાજ્યએ પેપરલેસ થવા માટે રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન (NeVA) કાર્યક્રમને લાગુ કર્યો. NeVAને લાગુ કરનાર નાગાલેન્ડ દેશનું પ્રથમ રાજ્ય છે. નાગાલેન્ડ વિધાનસભાએ ચાલી રહેલા બજેટ સત્રની વચ્ચે 60 સદસ્યોની વિધાનસભામાં પ્રત્યેક ટેબલ પર એક ટેબલેટ અથવા તો ઈ-બુક અટેચ કરી હતી.

કેન્દ્રિય સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ ટ્વીટ કરી કહ્યું હતું કે, ‘નાગાલેન્ડ રાષ્ટ્રીય ઈ-વિધાન પરિયોજનાને સફળતાપૂર્વક લાગુ કરનારી પ્રથમ વિધાનસભા બની ગઈ છે. હવે સભ્યો સદનની કાર્યવાહીમાં ભાગ લેવા માટે ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરી શકે છે. આ પહેલા પેપરલેસ સંચાલનને પ્રોત્સાહિત કરે છે અને અષ્ટ લક્ષ્મી પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.’

NeVA એનઆઈસી ક્લાઉડ મેઘરાજ પર રહેલી એક વર્ક ફ્લો સિસ્ટમ છે. જે સદનના અધ્યક્ષને સદનની કાર્યવાહીમાં સુચારુ રૂપથી સંચાલિત કરવા અને સદનનના કાર્યને પેપરલેસ રીતે સંચાલિત કરવામાં મદદ કરે છે. NeVA એક ડિવાઈસ ન્યૂટ્રલ અને મેમ્બર સેન્ટ્રિક એપ્લિકેશ છે. જેને સભ્યોની કોન્ટેક્ટ ડિટેલ, પ્રક્રિયાના નિયમ, વ્યવસાયની સૂચિ, નોટિસ, બુલેટિન, બિલ, પ્રશ્ન અને ઉત્તર વિશે પૂરી જાણકારી આપી વિવિધ હાઉસ બિઝનેસને સ્માર્ટ રીતે સંભાળવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

NeVA ડેટા સંગ્રહ માટે નોટિસ-અનુરોધ મોકલવાની પ્રક્રિયા પૂરી રીતે સમાપ્ત કરી નાખે છે. સદનના પ્રત્યેક સભ્ય માટે પ્રશ્ન અને અન્ય નોટીસ પ્રસ્તુત કરવા માટે એક સિક્યોર પેજ તૈયાર કરે છે. આ પરિયોજનાનું ઉદ્દેશ્ય દેશની તમામ વિધાનસભાઓને એક મંચ પર લાવવાનો છે. જેના થકી કેટલાય અનુપ્રયોગોની જટિલતા વગર એક વિશાળ ડેટા ડિપોઝિટરીનું નિર્માણ કરી શકાય.

પેપરલેસ એસેમ્બલી કે ઈ-એસેમ્બલી એક એવો કોન્સેપ્ટ છે જેમાં અસેમ્બલીના કામને સુવિધાજનક બનાવવા માટે ઈલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. નેવાને લાગુ કરવાનો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકારની વચ્ચે 90:10 મુજબ વિભાજીત કરવામાં આવે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments