Homeદે ઘુમા કેભારતને સેમીફાઈનલમાં પહોંચવું હોય તો પાકિસ્તાનનું જીતવું જરૂરી, આ ચાર સમીકરણ ભારતનો...

ભારતને સેમીફાઈનલમાં પહોંચવું હોય તો પાકિસ્તાનનું જીતવું જરૂરી, આ ચાર સમીકરણ ભારતનો સેમીફાઈનલમાં પ્રવેશ કરાવી શકે છે

Team Chabuk-Sports Desk: મહિલા વિશ્વકપ 2022માં ઓસ્ટ્રેલિયાએ ભારતને છ વિકેટે પરાજય આપી સતત પાંચમી જીત નોંધાવી છે અને સેમીફાઈનલમાં પગ મૂકનારી પ્રથમ ટીમ બની ગઈ છે. એવામાં પાંચ મેચમાંથી ત્રીજી હારે ભારતની સેમીફાઈનલમાં પહોંચવાની આશા ધૂંધળી કરી દીધી છે. જોકે ભારતીય મહિલા ટીમની નેટ રન રેટ ઉત્તમ છે અને ટીમ ઈન્ડિયા પોતાની બાકીની બંને મેચ જીતી સેમીફાઈનલમાં પહોંચી શકે છે. જો પાકિસ્તાન તમામ મેચ જીતી જાય છે તો ભારત ફક્ત એક મેચ જીતીને પણ સેમીફાઈનલમાં પહોંચી શકે છે. હવે સેમીફાઈનલનું ગણિત સમજીએ.

ઓસ્ટ્રેલિયાની ટીમ તમામ પાંચ મેચ જીતી સેમીફાઈનલમાં પહોંચી ચૂકી છે. દક્ષિણ આફ્રિકાની ટીમ પણ ચાર મેચ જીતી ચૂકી છે અને તેનું પણ સેમીફાઈનલમાં પહોંચવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. બાકીના બે સ્થાન માટે ભારત, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે કડક મુકાબલો છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાનની ટીમ વિશ્વકપની સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ચૂકી છે અને હવે તે ઔપચારિક મેચ રમી અન્ય ટીમો માટે આવન-જાવનનો રસ્તો કરવાની ભૂમિકામાં છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાનની ટીમ પૂરી રીતે સેમીફાઈનલમાંથી બહાર નથી થઈ. પણ આ માટે એક મોટા ચમત્કારની પ્રાર્થના કરવી રહી અને એ આ બંને ટીમ કરી શકે તેમ નથી.

ભારતના સેમીફાઈનલમાં પહોંચવાના બે રસ્તા છે. પ્રથમ રસ્તો એ છે કે આગામી દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ સામેની બંને મેચ જીતી જઈ, નેટ રનરેટ મજબૂત કરી, પોંઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર પહોંચી જાય. આવી સ્થિતિમાં ભારત પોંઈન્ટ ટેબલમાં જે બીજી ટીમ હશે તેની સામે સેમીફાઈનલની મેચ રમશે. જો ભારતની ટીમ દક્ષિણ આફ્રિકાની સામે હારી જાય છે તોપણ સેમીફાઈનલમાં પહોંચી શકે છે. આવી સ્થિતિમાં ભારતે બાંગ્લાદેશની સામે જીતવું પડશે અને તે છ અંકની સામે સેમીફાઈનલમાં પહોંચી જશે. આ સ્થિતિમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની સેમીફાઈનલમાં પહોંચવાની આશા પર પૂર્ણવિરામ મૂકાઈ શકે છે. આ માટે કેટલાય મેચનું પરિણામ ભારતના પક્ષમાં આવવું જરૂરી છે. એ પરિણામ પર એક નજર કરી લઈએ.

પાકિસ્તાન પોતાના શરૂઆતના ચારે મેચ હારી ચૂકી છે. આ ટીમ બાકીના ત્રણ મેચ નજીકના અંતરથી જીતી જાય. જેથી ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને વેસ્ટઈન્ડિઝની મહેનત પર પાણી ફરી વળશે અને ભારતના સેમીફાઈનલમાં પહોંચવાનો રસ્તો સરળ થઈ જશે. આ સ્થિતિમાં પણ પાકિસ્તાન સેમીફાઈનલની રેસમાંથી બહાર જ રહેશે.

બાંગ્લાદેશની ટીમ ચારમાંથી એક મેચ જીતી ચૂકી છે. એ હવે ભારત સામે હારી જાય અને ઈંગ્લેન્ડને હરાવી દે, તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશના મેચના પરિણામની અસર ભારત પર નહીં પડે. આ સ્થિતિમાં પણ બાંગ્લાદેશ સેમીફાઈનલની રેસમાં નહીં હોય.

ઈંગ્લેન્ડની ટીમ ન્યૂઝીલેન્ડની ટીમને હરાવી દે, પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશની સામે હારી જાય. એવામાં ઈંગ્લેન્ડની પાસે ચાર પોંઈન્ટ હશે અને સેમીફાઈનલની રેસમાંથી આ ટીમ બહાર થઈ જશે.

ન્યૂઝીલેન્ડની ટીમ ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામે હારી જાય. એવામાં ન્યૂઝીલેન્ડની ટીમ પાસે ચાર પોંઈન્ટ રહેશે અને ભારત છ અંકની સાથે સેમીફાઈનલમાં પહોંચી જશે.

ભારતની ટીમ હવે ઈચ્છશે કે ઓસ્ટ્રેલિયાની ટીમ પોતાના બાકીના બંને મેચ મોટા અંતરથી જીતે. દક્ષિણ આફ્રિકા પણ ત્રણમાંથી બે મેચ મોટા અંતરથી જીતે, જ્યારે ભારતની સામે હારી જાય અથવા તો ખૂબ નજીકના અંતરથી જીત પ્રાપ્ત કરે. પાકિસ્તાનની ટીમ જેણે અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ ખરાબ પ્રદર્શન કર્યું છે એ ત્રણમાંથી બે મેચ જરૂર જીતે. જેનાથી ભારતનો સેમીફાઈનલનો માર્ગ મોકળો થશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments