Team Chabuk-International Desk: દુનિયાભરમાં અલગ-અલગ પ્રયોગો થતા રહે છે. કેટલાક પ્રયોગો વિશે લોકોને જાણ હોય છે જ્યારે કેટલાક પ્રયોગો ગુપ્ત હોય છે. આ પ્રકારનો જ એક ગુપ્ત પ્રયોગ 1940ના દશકમાં થયો હતો. જો કે જ્યારે તેના વિશે માહિતી વહેતી થઈ તો લોકો અચંબામાં પડી ગયા. આ પ્રયોગને ‘રશિયન સ્લીપ એક્સપિરિમેન્ટ’થી ઓળખવામાં આવે છે.
કેદીઓ પર કરાયો પ્રયોગ
આ પ્રયોગમાં જેલમાં બંધ પાંચ કેદીઓ સાથે એક ડીલ કરવામાં આવી હતી કે જો તે આ પ્રયોગનો હિસ્સો બને છે તો પ્રયોગ પુરા થયા બાદ તાત્કાલિક તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવશે. પ્રયોગ એવો હતો કે, 30 દિવસ સુધી કેદીઓને સતત જાગવાનું હતં. જેના માટે તેમને એક ખાસ જગ્યા પર રાખવામાં આવશે અને એ જગ્યામાં ગેસ છોડવામાં આવશે જેનાથી કેદીઓને ઉંઘ ન આવે. આ માટે કેદીઓ રાજી થઈ ગયા અને પછી પ્રયોગ શરૂ કરવામાં આવ્યો.
એક અઠવાડિયા સુધી બધુ બરાબર ચાલ્યું
કેદીઓને કહેવાયું કે, 30 દિવસ સુધી તેમને ઉંઘ કર્યા વગર રહેવું પડશે. આ બાદ તેમને એક એર ટાઈટ ચેમ્બરમાં બંધ કરી દેવામાં આવ્યા. ચેમ્બરમાં એક ગેસ નાખવામાં આવ્યો જેનાથી કેદીઓને ઉંઘ ન આવે અને વૈજ્ઞાનિકો જોઈ શકે તે આ ગેસની તેના પર શું અસર થઈ.શરૂઆતમાં બધુ બરાબર ચાલ્યું. તમામ કેદી આરામથી એક બીજા સાથે વાતો કરતા હતા. તેમની વાતોને વૈજ્ઞાનિકો રેકોર્ડ પણ કરતા રહ્યા. સાથે જ એક કાંચ દ્વારા તેમના પર નજર પણ રાખી રહ્યા હતા. અંદાજે એક અઠવાડિયા સુધી તમામ કેદીઓની હાલત સ્થિર હતી. જે બાદ તેમની હાલત ખરાબ થવા લાગી.
11માં દિવસે એક કેદી જોર જોરથી બૂમો પાડવા લાગ્યો
કેદીઓએ ધીમી-ધીમે એક બીજા સાથે વાતો કરવાની બંધ કરી દીધી. તેઓ બેઠા-બેઠા એકલાં એકલાં જ કઈ ગણગણી રહ્યા હતા. હવે 10 દિવસ પસાર થઈ ચુક્યા હતા. ત્યારબાદ જેવો 11મો દિવસ આવ્યો તો એક કેદી જોર જોરથી બૂમો પાડવા લાગ્યો. તે એટલો જોર જોરથી બૂમો પાડતો હતો કે તેની સ્વરપેટી ફાટી ગઈ. જો કે, આ ઘટનામાં ચોંકાવનારી વાત એ હતી કે તેના બૂમો પાડવાની અન્ય કોઈ કેદી પર કોઈ અસર થઈ નહી.
કેદીઓના કેટલાય અંગોમાંથી માસ ગાયબ હતુ
કેદીઓની હાલત જોઈને વૈજ્ઞાનિકોએ પ્રયોગ રોકવાનો નિર્ણય લીધો. તેમણે 15માં દિવસે કેદીઓવાળી ચેમ્બરમાં ઉંઘનો ગેસ ન નાખ્યો. જો કે, તેનો પ્રભાવ એકદમ વિરૂદ્ધ પડ્યો. તમામ કેદીઓ એક સાથે બૂમો પાડવા લાગ્યા કે અમને બહાર ન કાઢો અમે બહાર નથી આવવા માગતા. આ દરમિયાન ચેમ્બરમાં જ એક કેદીનું મૃત્યુ થયું.આગળ જતાં જ્યારે પ્રયોગ કરી રહેલા વૈજ્ઞાનિકોએ કેદીઓની હાલત જોઈ તો તેઓ ચોંકી ઉઠ્યા. તેમણે જોયું તો કેદીના કેટલાય અંગોમાંથી માસ ગાયબ હતું. માત્ર તેમના હાડકાં જ દેખાતા હતા. વૈજ્ઞાનિકોને એવું લાગ્યું કે કેદીઓ એક-બીજાનું અથવા તો પોતાનું જ માસ ખાવા લાગ્યા છે.
એક વૈજ્ઞાનિકે જ કેદીઓને મારી નાખ્યાનો દાવો છે
કેદીઓની આ ચોંકાવનારી હરકતો અને તેમની હાલત જોઈને વૈજ્ઞાનિકોને થયો કે હવે કેદીઓને મારી નાખવા જ યોગ્ય છે. તેના માટે વૈજ્ઞાનિકોએ ટીમના કમાંડર સાથે વાત કરી. જો કે, કમાંડરે આવું કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. તેમણે કહ્યું કે, પ્રયોગને આગળ વધારવો જોઈએ. દાવો છે કે, આ પછી એક વૈજ્ઞાનિકે જ કેદીઓને મારી નાખ્યા અને પ્રયોગના પૂરાવાનો પણ નાશકરી નાખ્યો.
પ્રયોગ વિશે કોઈ પૂરાવા નથી મળ્યા
જો કે, આ પ્રયોગ થયો છે તેવું દાવા સાથે કોઈ કહીં નથી શકતું. વર્ષ 2009-10માં આ અંગે એક વેબસાઈટ પર અહેવાલ છપાયો હતો અને તે ખુબ વાયરલ પણ થઈ ગયો હતો. જો કે, પુરાવા ન હોવાથી આ હેવાલની સત્યતા પર પણ અનેક સવાલો ઉઠ્યા છે. તો કેટલાક લોકો આ વાતને સાચી માને છે કારણ કે પહેલાં અને બીજા વિશ્વ યુદ્ધ સમયે ચીન અને જાપાને મનુષ્ય પર કેટલાય ખતરનાક પ્રયોગ કર્યા છે.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ