Team Chabuk-International Desk: અમેરિકાના પેંસિલવેનિયામાં મોટી દુર્ઘટના સર્જાઈ. પેંસિલવેનિયાના શુઈલકિલ કાઉન્ટીમાં હિમવર્ષાના કારણે એક પછી એક એક એમ 50થી 60 ગાડીઓ અથડાઈ. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. ઘાયલ લોકોને નજીકની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ દુર્ઘટનાનો એક વીડિયો ઉપર પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, એક પછી એક આવેલી કાર એકબીજાને અથડાઈ રહી છે. હિમવર્ષાના કારણે રસ્તાઓ પણ બરફથી જામી ગયા છે અને તેના કારણે ડ્રાઈવર તેમનું નિયંત્રણ ગુમાવી રહ્યા છે. ગાડીઓ અથડાયા પછી લોકો કારમાંથી બહાર નીકળતા પણ વીડિયોમાં દેખાય છે. પોલીસના જણાવ્યા પ્રમાણે 50થી 60 વાહનો એકબીજાને અથડાયા હતા.
UNBELIEVABLE video of a pileup in Schuylkill County as snow squalls brought visibility on Interstate 81 down to near zero. Video shot live by Mike Moye (Facebook) pic.twitter.com/q1BxgUYz2O
— Joe Holden (@JoeHoldenCBS3) March 28, 2022
કેટલાક વાહનોમાં આગ પણ લાગી જાય છે. આ ઘટના સોમવાર સવારની અંદાજે 10 વાગ્યાની છે. સ્થાનિક પોલિસના જણાવ્યા પ્રમાણે વાતાવરણ ખરાબ હોવાથી આ સમયે અહીં ઝીરો વિઝિબિલિટી હોવાના કારણે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, 2017માં દિલ્લી યમુના એક્સપ્રેસ વે પર આવો જ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઝીરો થઈ જવાના કારણે એક બાદ એક 18 વાહનો અથડાયા હતા. આ દુર્ઘટનાનો પણ એક વીડિયો વાયરલ થયો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત