શૈલેષ નાઘેરાઃ ગીર સોમનાથના સુત્રાપાડામાં રામનવમની પૂર્વ સંધ્યાએ પોસ્ટર ફાડવાનો મામલો ફરી ગરમાયો છે. આ મુદ્દે સુત્રાપાડાના ભાજપના કાઉન્સિલરના બે પુત્રો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. બીજી તરફ વિવાદમાં ભાજપના કાઉન્સિલરના પુત્રોનું નામ ખુલતા રાજકારણ પણ ગરમાયું છે.
સુત્રાપાડા વહિપ અને બજરંગદળે ભાજપના કાઉન્સિલરનું રાજીનામુ માગ્યું છે. વિહિપ અને બજરંગ દળે આ મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખ્યો છે અને કાઉન્સિલરને પદ પરથી હટાવવાની માગણી કરી છે. સાથે જ ભાજપમાંથી પણ તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માગણી કરી છે.

અત્યાર સુધીમાં આ મુદ્દે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સિરાઝ યુનુસ મલેક, શાહબુદ્દીન યુનુસ મલેક, અરબાઝખાન રસુલખાન પઠાણ અને જાહીર ઉર્ફે માહિર જહાંગીર મલેક સમેલ છે. આરોપી સિરાઝ યુનુસ મલેક અને શાહબુદ્દીન યુનુસ મલેક સુત્રાપાડા શહેરના વોર્ડ નંબર-2ના નગરસેવક યુનુસ મલેકના પુત્ર છે.
એટલું જ નહીં જો પાલિકાના સભ્ય યુનુસ મલેક વિરુદ્ધ કાર્યવાહી નહી કરવામાં આવે તો બજરંગદળ, વિહિપ અને સુત્રાપાડા તેમજ આજુબાજુના ગામના યુવાનો 13 એપ્રિલથી સુત્રાપાડા નગરપાલિકા ખાતે ભુખ હડતાળ પર ઉતરશે અને રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શીત કરશે.

ઉલ્લેખનીય છે કે, રામનવમીની પૂર્વ સંધ્યાએ હિન્દુ સંગઠનો અને સમાજના લોકોએ રામનવમીની તૈયારી કરી લીધી હતી. જેમાં સુત્રાપાડા શહેરમાં ઠેર ઠેર ધ્વજા તેમજ ભગવાન રામના પોસ્ટર લગાવ્યા હતા. જોકે, આરોપીએ આ પોસ્ટર ફાડતા વિવાદ સર્જાયો હતો અને હિન્દુ સંગઠન તેમજ સમાજમાં આરોપી પ્રત્યે રોષની લાગણી ફેલાઈ હતી. હાલ આ મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે તેમજ આ મુદ્દે વિવાધ વધુ ન વકરે તેમજ તાલુકામાં શાંતિ જળવાય રહે તે માટે કાર્યવાહી કરી છે સાથે જ લોકોને કોઈ ખોટી અફવામાં ન આવવા અપીલ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત