Homeગુર્જર નગરીહાર્દિક પટેલનો ચૂંટણી લડવાનો માર્ગ મોકળોઃ સુપ્રીમ કોર્ટે હાર્દિકની સજા પર રોક...

હાર્દિક પટેલનો ચૂંટણી લડવાનો માર્ગ મોકળોઃ સુપ્રીમ કોર્ટે હાર્દિકની સજા પર રોક લગાવી

Team Chabuk-Gujarat Desk: પાટીદાર અનામત આંદોલનનો ચહેરો અને હાલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રહેલા હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રમખાણો અને આગજનીની અપીલો પર ચુકાદો ન આવે ત્યાં સુધી હાર્દિક પટેલની સજા પર રોક લગાવી લીધી છે. સાથે એમ પણ કહ્યું છે કે, હાઈકોર્ટે પણ સજા પર રોક લગાવવાની જરૂર હતી. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી હાર્દિક પટેલ માટે ચૂંટણી લડવાનો માર્ગ ખુલ્લો થઈ ગયો છે. હાર્દિક પટેલ આગામી સમયમાં આવનારી કોઈપણ ચૂંટણીમાં ઝંપલાવી શકશે.

હાર્દિક પટેલના વકીલ મનિન્દર સિંહે કહ્યું કે તેને ચૂંટણી લડતા અટકાવવો એ અધિકારોનું હનન છે. હાર્દિક પટેલે 2019માં એકવાર ચૂંટણી લડવાની તક ગુમાવી છે. હાર્દિક પટેલના વકીલે કહ્યું કે, તે કોઇ ગંભીર હત્યારો નથી, પોલીસે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે. તમને જણાવી દઈએ કે, હાર્દિક પટેલને 2019ની લોકસભા ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યો હતો.

shreeji dhosa

નોંધનીય છે કે,  મહેસાણાના વિસનગર રમખાણો મામલે કોર્ટે હાર્દિક પટેલને 2 વર્ષની સજા ફટકારી હતી. હાલ હાર્દિક પટેલ જામીન પર બહાર છે, પરંતુ દોષિત હોવાના કારણે તેઓ ચૂંટણી લડી શકે નહીં. અને આ જ કારણ છે કે, હાર્દિક પટેલ તેમની સજા પર સ્ટે લાવવા માંગે છે, જેથી તેઓ ચૂંટણી લડી શકે. નોંધનીય છે કે, આ કેસમાં કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલને બે-બે વર્ષની સજા આપી હતી. જ્યારે 14 આરોપીઓને છોડી દીધા હતા. આ રમખાણો 23 જુલાઈ 2015માં પાટીદાર અનામત આંદોલન વખતે થયા હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments