Team Chabuk-Sports Desk: ૩૬મા રાષ્ટ્રીય ખેલના રોમાંચ વચ્ચે રાજકોટમાં સરદાર પટેલ સ્નાનાગારમાં એક્વાટિક્સની વિવિધ સ્પર્ધાઓમાં રસાકસી સર્જાઈ હતી. જેમાં કર્ણાટક રાજ્યે સૌથી વધુ ૯ સુવર્ણ, ૩ રજત તથા ૫ કાંસ્ય મળીને કુલ ૧૭ મેડલ જીત્યા હતા. ૪૦૦ મીટર મીડલે-પુરુષની સ્પર્ધામાં મધ્યપ્રદેશના અદ્વૈત પાગેએ સુવર્ણ, કેરાલાના સજન પ્રકાશે રજત તથા ગુજરાતના આર્યન નહેરાએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. જ્યારે મહિલાઓની સ્પર્ધામાં કર્ણાટકાની હ્રીતિકા રામચંદ્રાએ સુવર્ણ, મધ્ય પ્રદેશની રીચા મિશ્રાએ રજત તથા મધ્યપ્રદેશની કન્યા નાયરે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.
૨૦૦ મીટર બેકસ્ટ્રોક-પુરુષની સ્પર્ધામાં કર્ણાટકના ઉત્કર્ષ પાટિલે સુવર્ણ, મધ્યપ્રદેશના અદ્વૈત પાગેએ રજત તથા કર્ણાટકના શિવા એસ.એ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. જ્યારે મહિલાઓની સ્પર્ધામાં ગુજરાતની માના પટેલે સુવર્ણ, બંગાળની સોબ્રતિ મોંડલએ રજત તથા મહારાષ્ટ્રની પલક જોશીએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.
માના પટેલનો નવો રેકોર્ડ
સ્પર્ધાના ત્રીજા દિવસે ગુજરાતની સ્વીમર માના પટેલે પોતાનો જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
માના પટેલે આજે ૨૦૦ મીટરબેક સ્ટ્રોક-મહિલાઓની સ્પર્ધા માત્ર ૨ મિનિટ ૧૯.૭૪ સેકન્ડમાં પૂરી કરીને, પોતાનો ૨૦૧૫ના વર્ષનો ૨ મિનિટ ૨૩.૨૧ સેકન્ડનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. જ્યારે ૫૦ મીટર ફ્રી સ્ટાઈ-મહિલાઓની સ્પર્ધામાં સવારે તેણે ૨૬.૬૦ સેકન્ડ સાથે નવો રેકોર્ડ નોંધાવ્યો હતો. જો કે સાંજે ફાઈનલ સ્પર્ધામાં મહારાષ્ટ્રની અવંતિકા ચવ્હાણે માના પટેલનો સવારનો રેકોર્ડ તોડીને ૨૬.૫૪ સેકન્ડનો નવો રેકોર્ડ કાયમ કર્યો હતો.
આર્યન નહેરાની પણ સિદ્ધિ
૪૦૦ મીટર મીડલે-પુરુષ સ્પર્ધામાં આજે એકથી ત્રીજા ક્રમે આવેલા ત્રણેય તરવેયાએ ૨૦૧૫ના જૂના રાષ્ટ્રીય રેકોર્ડ ૪ મિનિટ ૩૭.૭૫ સેકન્ડના રેકોર્ડને ધ્વસ્ત કરી નાંખ્યો હતો. ગોલ્ડ વિજેતા મધ્યપ્રદેશના અદ્વૈત પાગેએ ૪:૨૮.૯૧ મિનિટમાં આ સ્પર્ધા પૂર્ણ કરી નવો રેકોર્ડ બનાવ્યો છે, તો કેરળના સજન પ્રકાશે ૪:૩૦.૦૯ મિનિટ તથા ગુજરાતના આર્યન નહેરાએ આ સ્પર્ધા ૪:૩૧.૦૩ મિનિટમાં પૂર્ણ કરી હતી.
કર્ણાટકનો દબદબો
૫૦ મીટર ફ્રી સ્ટાઈલ પુરુષોની સ્પર્ધામાં કર્ણાટકના શ્રી હરિ નટરાજે સુવર્ણ, તમિલનાડુના પવન ગુપ્તાએ રજત તથા સર્વિસિસના રુદ્રાંશ મિશ્રાએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. જ્યારે મહિલાઓની સ્પર્ધામાં મહારાષ્ટ્રની અવંતિકા ચ્વહાણે સુવર્ણ, ગુજરાતની માના પટેલે રજત તથા આસામની શિવાંગી શર્માએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. હાઈબોર્ડ-પુરુષોની સ્પર્ધામાં સર્વિસિસના સિદ્ધાર્થ પરદેશીએ સુવર્ણ, સર્વિસિસના સૌરવ દેબનાથે રજત તથા મહારાષ્ટ્રના ઓમ અવસ્થીએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. વોટર પોલોમાં આજે બંગાળની ટીમ મણિપુરને હરાવીને ૨૭ ગોલ સાથે વિજેતા બની હતી. જ્યારે મહારાષ્ટ્રની ટીમે ૮ ગોલ કરીને કર્ણાટકને હરાવ્યું હતું. પુરુષોની સ્પર્ધામાં કેરળ પંજાબ સામે ૧૫ ગોલ નોંધાવી વિજેતા બન્યું તો મહારાષ્ટ્રની ટીમે ૧૪ ગોલ ફટકારીને મણિપુરની ટીમને કારમી હાર આપી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
