Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાશે. અત્યારથી જ તમામ પક્ષો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓની સક્રિયતા પણ વધી છે. તેવામાં વિધાનસભાની ચૂંટણીને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે અલ્પેશ ઠાકોરના ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે અલ્પેશ ઠાકોર ચૂંટણી લડે અને જીતે તેવી શુભકામનાઓ પણ પાઠવી છે.પાટીલે જણાવ્યું કે, ‘અલ્પેશભાઈ અમારા સિનિયર આગેવાન છે, તેઓ ચૂંટણી લડે અને બેઠક પર વિજયી થાય એવી શુભેચ્છાઓ આપીએ છીએ. દરેક પોત-પોતાના મત વિસ્તારમાં તૈયારીઓ કરતા હોય છે, અલ્પેશ ઠાકોર ચૂંટણી લડશે અને જીતશે એવો અમને વિશ્વાસ છે.’ આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ટિકિટ આપવાનો નિર્ણય હાઈકમાન્ડ દ્વારા કરવામાં આવશે.
અલ્પેશ ઠાકોર માટે આ એક સારો સંકેત કહી શકાય કારણ કે અલ્પેશ ઠાકોરે તાજેતરમાં રાધનપુરમાં યોજાયેલા બનાસડેરીની મહિલા જાગૃતિ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ‘મારે અહીંયાથી પરણવું છે, પરણાવવાની જવાબદારી તમારી છે.’ આ બધાની વચ્ચે સી.આર પાટીલનું આ નિવેદન ઘણું બધુ કહી જાય છે.
તાજેતાજો ઘાણવો
- લોરેન્સ ગેંગની ધમકી અંગે સલમાને તોડ્યું મૌન, કહ્યું, “જેટલી ઉંમર લખી હશે એટલું જીવીશું”
- નવી જંત્રીના અમલને લઈને મોટા સમાચાર, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય
- શું લાગે છે RCB આ વખતે IPLનું ટાઈટલ જીતશે કે ? Grokએ આપ્યો રસપ્રદ જવાબ
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ