Homeગુર્જર નગરીતબીબી શિક્ષકોની માગણી સામે ઝૂકી સરકાર, 14માંથી 11 માંગણીઓ સ્વીકારાઈ

તબીબી શિક્ષકોની માગણી સામે ઝૂકી સરકાર, 14માંથી 11 માંગણીઓ સ્વીકારાઈ

Team Chabuk-Gujarat Desk: કોરોનાની મહામારી વચ્ચે તબીબી શિક્ષકો પોતાની અલગ અલગ માગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા હતા. જો કે સરકારે તબીબી શિક્ષકોની માગણીઓ સ્વીકારી લેતા હડતાળ સમેટી લેવાઈ છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તબીબી, પ્રાધ્યાપકોની હડતાલ અને માંગણી વિષે રાજ્ય સરકારનું વલણ હંમેશા હકારાત્મક હોવાનુ જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ રાજયના સરકારી તબીબી શિક્ષકોને NPA ના લાભો ભારત સરકારના O.M. મુજબ તથા સાતમાં પગાર પંચ મુજબ ચુકવવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે, સામાન્ય વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિ, નાણા વિભાગના સચિવ મિલિન તોરવણે, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, આરોગ્ય વિભાગના અધિક સચિવ વી.જી. વણઝારા, તબીબી શિક્ષણના એડિશનલ ડારેકટર ડો. દિક્ષિત સાથે સરકારી તબીબી શિક્ષણના પ્રતિનિધિઓ સાથે તેમના પ્રશ્નો સંદર્ભે આજે ગાંધીનગર ખાતે યોજાયેલ બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી જેમાં તેમની આ માંગણીઓ સંતોષાતા તેઓએ આ નિર્ણય કર્યો છે.

મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રાજય સરકારે લીધેલા મહત્વના નિર્ણયોની વિગતો આપતા કહ્યુ કે, સરકારી તબીબી શિક્ષકોની ૧૪ જેટલી માંગણીઓ પૈકી ૧૧ માંગણીઓને મંજુર કરી દેવામાં આવી છે. જયારે અન્ય પડતર માંગણીઓ પરત્વે પણ રાજય સરકારનું વલણ હકારાત્મક છે. કોરોનાના કપરા કાળમાં સરકારી તબીબો-પ્રાધ્યાપકોએ કરલી અસરકારક કામગીરીને ધ્યાને રાખીને તેમની મુખ્ય માંગણી NPA મંજૂર કરવાની હતી તે સાતમાં પગાર પંચ મુજબ તમામ સરકારી તબીબી શિક્ષકો માટે NPA મંજૂર કરવામાં આવ્યું છે.

પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે, હાલ તદ્દન એડહોક તબીબી શિક્ષકોની સેવા વિનિયમિત કરવા એક જ સ્થાઈ ઠરાવથી આદેશ કરી નિયમિત કરવામાં આવશે અને નિયમિત ધોરણે ફરજ બજાવતા અને હાલ ઉપલા સંવર્ગમાં એડહોક ધોરણે ફરજ બજાવતા તબીબી શિક્ષકોની એડહોક સેવાઓ વિનિયમિત કરવામાં આવશે. એટલું જ નહીં નિયમિત નિમણૂકથી ફરજ બજાવતા તબીબી શિક્ષકોની અગાઉની એડહોક સેવાને વિનિયમિત કરીને હાલની નિયમિત સેવા સાથે રજા પગાર અને પેન્શન માટે એક જ સ્થાઈ ઠરાવથી સળંગ કરવા આદેશ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, રાજયમાં સરકારી મેડિકલ કોલેજ ખાતે તબીબી શિક્ષકોને સરકાર દ્વારા જુદા જુદા વિષય/ સંવર્ગમાં ગુજરાત જાહેર સેવા આયોગની મંજુરીની અપેક્ષાએ તદ્દન હંગામી ધોરણે ૬ માસ માટે અથવા ૧ વર્ષ માટે બઢતીઓ આપવામાં આવેલ છે તેવા તમામ તબીબી શિક્ષકોની હંગામી બઢતી એક જ હુકમથી આગળ ચાલુ રાખવાના આદેશ કરવામાં આવશે. CAS- કેરીયર એડવાન્સમેન્ટ સ્કિમ અંતર્ગત ઉચ્ચતર પગાર ધોરણ માટેના પણ આદેશો કરવામાં આવશે. જે તબીબી શિક્ષકોને સહ પ્રાધ્યાપક અને પ્રધ્યાપકનું ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં આવે તેઓને તે જગ્યાનું અલગથી નામાભિધાન અપાશે જેના પરિણામે અનુસ્નાતક અભ્યાસક્રમોની બેઠકોમાં નોંધપાત્ર વધારો થશે. તે જ રીતે તે તબીબી શિક્ષકોના DPC અંતર્ગત બાકી બઢતીના આદેશો તુરત કરવામાં આવશે. જયારે તબીબી શિક્ષકોના બાકી રહી ગયેલા માત્ર એડહોક ટ્યુટરને ૭માં પગાર મુજબનો પગાર ૧-૧-૧૬ થી મંજુર કરવામાં આવશે.

પ્રદિપસિંહે આગળ ઉમેર્યુ કે, તબીબી શિક્ષકોની હાલની સેવાઓ સાથે અગાઉ આરોગ્ય વિભાગ અંતર્ગત જુદા જુદા પ્રભાગો હેઠળ કરવામાં આવેલ અન્ય તમામ એડહોક કે GPSC સેવાઓને સળંગ ગણવા માટે આદેશ કરવામાં આવશે. GPSC અને DPC નિયમિત રીતે દર વર્ષે કરવામાં આવશે, તેમજ ઉચ્ચતર પગાર ધોરણના આદેશો નિયમિત રીતે બે માસે થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે. સ્વિકાર થયેલા તમામ મુદ્દાઓને આવરી લેતો ડિટેઇલ ઠરાવ એક જ અઠવાડિયામાં પ્રસિદ્ધ કરી દેવાશે.

સરકારી તબીબી પ્રાધ્યોપકોની મોટાભાગની માંગણીઓ સંતોષાતા તમામ પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો રાજય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયોથી સંતોષ વ્યક્ત કરી આભાર માન્યો હતો.

add

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments