Homeગુર્જર નગરી'તૌકતે'ની સંભવિત અસરોને પહોંચી વળવા જામનગર વહીવટી તંત્રએ કરી છે આ ખાસ...

‘તૌકતે’ની સંભવિત અસરોને પહોંચી વળવા જામનગર વહીવટી તંત્રએ કરી છે આ ખાસ તૈયારીઓ

Team Chabuk-Gujarat Desk: તૌકતે વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા જામનગર વહીવટી તંત્રએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ‘તૌકતે’ વાવાજોડું ત્રાટકે તે પહેલાં સરકારના વિવિધ વિભાગોને જરૂરી સૂચન તથા માર્ગદર્શન અને વ્યવસ્થા કરવા તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાએ પણ આપાતકાલિન સ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરી છે.

કલાસ-1 અધિકારીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક

જામનગર જિલ્લામાં વાવાજોડાની દહેશત સામે તંત્રએ આગવું આયોજન કર્યું છે. દરેક તાલુકા કક્ષાએ એક કલાસ-1 અધિકારીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા તથા તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરી તેમાં મહેસૂલ તથા પંચાયતના કર્મીઓની ફાળવણી કરવામાં આવી છે.

61 આશ્રયસ્થાનો નકકી કરાયા

દરિયાથી 5 કિલોમીટર તથા 10 કિલોમીટરની હદમાં આવેલ 61 આશ્રયસ્થાનો નકકી કરાયા છે. જો જરૂરિયાત ઉભી થશે તો આ આશ્રય સ્થાનનો ઉપયોગ કરાશે. જામનગર જિલ્લાના જુદા-જુદા બંદરો પરથી માછીમારી કરવા ગયેલા 222 બોટમાંથી 37 બોટ પરત આવી ગઈ છે જ્યારે બાકી 185 બોટને પરત લાવવા સૂચના આપવામાં આવી છે.

PGVCLને પણ સૂચના

નીચાણવાળા વિસ્તારોમાં વસતાં લોકોને સલામત સ્થળોએ ખસેડવા તંત્રએ પૂરતી વ્યવસ્થા કરી છે. આરોગ્ય વિભાગને પૂરતો દવાનો જથ્થો ઉપલબ્ધ રાખવા તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા એકમોને જરૂર પડ્યે અગરિયાઓને સલામત સ્થળે ખસેડવાની સૂચના આપી દેવામાં છે. વીજ પુરવઠો ન ખોરવાય તેમજ અગમચેતી રૂપે જરૂરી વ્યવસ્થાઓ હાથ ધરવા PGVCLને પણ સૂચના આપી દેવામાં આવી છે.

તરવૈયાની ટીમને તાકીદ

મહાનગરપાલિકા કમિશનરે પણ તમામ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં ફાયર સહિતની ટીમોને બચાવ કાર્ય માટે જરૂરી સાધનસામગ્રી તૈયાર રાખવા, તરવૈયાની ટીમ, હોડીઓ, ટ્રીમિંગ મશીન, કોવિડ હોસ્પિટલમાં વીજળી જાય તો અલાયદી વ્યવસ્થા તેમજ શાળાઓમાં આશ્રય સ્થાનો ઉભા કરવા તાકીદ કરવામાં આવી છે.

તેજ પવન ફૂંકાશે

વેલ માર્ક લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું છે જે વાવાઝોડામાં પરિવર્તિત થશે અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. ત્યારબાદ ગુજરાતના દરિયાકિનારા તરફ વાવાઝોડું આગળ વધશે. આ અંગે માછીમારો માટે સૂચના જારી કરી દેવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 17 તારીખે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે જ્યારે 18 તારીખે દરિયામાં 140થી 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments