Homeગુર્જર નગરીરાજ્યમાં ફરી બજારો ધમધમતા થશે, રાજ્ય સરકારે આપી છૂટછાટ

રાજ્યમાં ફરી બજારો ધમધમતા થશે, રાજ્ય સરકારે આપી છૂટછાટ

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં આવતીકાલથી લારી, ગલ્લા અને દુકાનો ખોલી શકાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે મહત્વની જાહેરાત કરી છે. ગુજરાતમાં આવતીકાલથી આંશિક લોકડાઉનનો અમલ શરૂ કરવામાં આવશે. સાથે લારી-ગલ્લા અને દુકાનદારો માટે રાહતના સમાચાર પણ આવ્યા છે. આવતીકાલથી લાગેલા આંશિક લોકડાઉનમાં સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી લારી-ગલ્લા અને દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. આ આંશિક લોકડાઉન 27 મે સુધી લગાવવામાં આવ્યું છે. જે બાદ નવા નિયમ પરિસ્થિતિ અનુસાર જાહેર કરાશે.

રાજ્યમાં ઉત્પાદન પ્રવૃત્તિ અને ઉદ્યોગો ચાલુ રહે તથા શ્રમિકોને કોઈ તકલીફ ન પડે તે હેતુથી તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ સમયગાળા દરમ્યાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની પણ સૂચનાઓ રાજ્ય સરકારે આપી છે. આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમિંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ્સ તથા કમર્શિયલ કોમ્પ્લેક્સિસ બંધ રહેશે.

મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી રાજ્ય સરકાર દ્વારા કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. લારી, ગલ્લા અને દુકાનો બંધ થતાં વેપારીઓ પણ અકળાયા હતા. રોજીરોટી બંધ થઈ જતાં ઘણા દિવસથી વેપારીઓ અન દુકાનદારો નિયંત્રણો હટાવવા માટે સરકારને માગણી કરી રહ્યા હતા. જો કે આ માગણીઓનો આજે અંત આવી ગયો છે. રાજ્યમાં સતત ઘટી રહેલા કોરોના સંક્રમણને જોતાં રાજ્ય સરકારે નિયંત્રણ હળવા કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે આવતીકાલતી રાજ્યભરમાં બજારો ધમધમતા થશે.

રાત્રિ કર્ફ્યૂ યથાવત

રાજ્ય સરકારે કોરોના સંક્રમણના કારણે લગાવેલા રાત્રિ કર્ફ્યૂનો અમલ યથાવત રહેશે. માત્ર દિવસે જ લારી, ગલ્લા અને દુકાનો ખોલવા માટે મંજૂરી આપવામાં આવી છે. તેથી રાજ્યના 36 શહેરોમાં રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments