Team Chabuk-Gujarat Desk: મધ્ય ગુજરાતની સહુથી મોટી સયાજી હોસ્પિટલમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે બે નિષ્ણાંત સર્જન અને વિવિધ રોગોના ચાર વિશેષજ્ઞ તબીબોની નિદાન સેવાઓ સી.એમ.સેતુ યોજના હેઠળ ઉપલબ્ધ કરાવી છે. સામાન્ય રીતે આ ઉચ્ચ કક્ષાના તબીબોની ખાનગી દવાખાનાઓમાં સેવાઓ લેવી હોય તો મોટી ફી ચૂકવવી પડે છે. જ્યારે સયાજી હોસ્પિટલમાં જરૂરિયાતમંદ લોકો તેનો વિનામૂલ્યે લાભ લઈ શકશે. સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયરે તેમની સેવાઓનો નિર્ધારિત દિવસોમાં લાભ લેવા અનુરોધ કર્યો છે.

આ પૈકી સર્જરી વિભાગ હેઠળ બાળ રોગ સર્જન ડો.કશ્યપ પંડ્યા સોમ અને ગુરુવારે સવારના ૯ થી ૧૧ વાગ્યા સુધી અને ગેસ્ટરો ઇન્ટેસ્ટીનલ સર્જન ડો.જીતેન્દ્ર મિસ્ત્રી મંગળવારના રોજ બપોરના ત્રણ થી પાંચ અને શનિવારના રોજ સવારના ૯ થી ૧૧ વાગ્યા સુધી મળશે.

જ્યારે મેડીસીન વિભાગ હેઠળ નેફ્રોલોજીના તજજ્ઞ ડો.ધવલ ખેતિયા મંગળ,બુધ અને શુક્રવારે સવારના ૧૧ થી બપોરના ૨ વાગ્યા સુધી, કાર્ડિયોલોજીના તજજ્ઞ ડો.પવન રોય સોમ,બુધ અને શુક્રવારે બપોરના ત્રણ થી છ વાગ્યા સુધી, ગેસ્ટરોએંટરોલોજીના તજજ્ઞ ડો.ધવલ દવે સોમ, ગુરુ અને શનિવારે બપોરના ત્રણ થી છ વાગ્યા સુધી અને ન્યુરોલોજીના તજજ્ઞ ડો.સુરોવિત ભૌમિક સોમ અને ગુરુવારે સવારના ૯ થી ૧૨ વાગ્યાના સમય દરમિયાન મળશે, તેની સૌને નોંધ લેવા જણાવ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત