Team Chabuk-Gujarat Desk: રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે ખુશખબર આવ્યા છે. કર્મચારીઓ તેમજ પેન્શનરોને મોંઘવારી ભથ્થુ ચૂકવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેનો લાભ રાજ્યના લાખો કર્મચારી અને પેન્શનરોને થવાનો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકારના 9 લાખ 61 હજારથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને તારીખ 1લી જુલાઈ 2019 થી 5% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-2020 થી દર માસે પગાર સાથે ચૂકવવામાં આવી રહેલ છે.
તા.1 જુલાઈ 2019 થી તા.31 ડિસેમ્બર 2019 સુધી એમ કુલ-6 માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને ચુકવવાનો નિર્ણય કર્યો હતો. તે પૈકી જુલાઈ-2019થી સપ્ટેમ્બર-2019ના રકમની ચૂકવણી કરવામાં આવી હતી અને બાકી રહેતા ઓક્ટોબર-2019 થી ડિસેમ્બર-2019 સુધીના ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના એરિયર્સની ચૂકવણી બાકી હતી. તે એરિયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
— Nitin Patel (@Nitinbhai_Patel) July 30, 2021
નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પરામર્શ કર્યા બાદ અધિકારી/કર્મચારીઓ/પેન્શનરોને રાજ્ય સરકાર દ્વારા આ બાકી મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાતમા પગારપંચનો લાભ મેળવતાં રાજ્ય સરકારના તથા પંચાયતના અધિકારીઓ/કર્મચારીઓ/પેન્શનરોને ઓક્ટોબર-2019 થી ડિસેમ્બર-2019 સુધી એમ ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના આ એરિયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચૂકવવામાં આવશે. આ ચૂકવણાના કારણે રાજ્ય સરકારને અંદાજે કુલ-464 કરોડનું વધારાનું ભારણ થશે. રાજ્ય સરકારના કુલ-5,11,129 જેટલા કર્મચારીઓ તથા 4,50,509 જેટલા પેન્શનરોને આનો લાભ મળશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત