Homeગુર્જર નગરીસાયલાના ઢેઢુકી પાસે હાઈવે પર તેલ ભરેલા ટેન્કરનો અકસ્માત થતાં ગામ લોકો...

સાયલાના ઢેઢુકી પાસે હાઈવે પર તેલ ભરેલા ટેન્કરનો અકસ્માત થતાં ગામ લોકો તેલ ભરવા દોડી આવ્યા

Team Chabuk-Gujarat Desk: મોંઘવારી વધી રહી છે. જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ખાદ્યતેલના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. તેવામાં સાયલા પાસે હાઈવે પર તેલ ભરેલા ટેન્કરનો અકસ્માત થતાં તેલની નદીઓ વહી હતી અને આસપાસના વિસ્તારમાંથી લોકો વાસણો લઈને તેલ ભરવા માટે ઉમટી પડ્યા હતા.

આજે સવારના સમયે સાયલાથી ચોટીલ તરફ એક તેલ ભરેલું ટેન્કર જઈ રહ્યું હતું. આ સમયે ઢેઢુકી ગામ પાસે તેલ ભરેલા ટેન્કરનો અકસ્માત થતાં ટેન્કરમાંથી તેલ બહાર ઢોળાવા લાગ્યું હતું. રસ્તાની બાજુમાં તેલની નદીઓ વહેવા લાગી હતી. આ વાતની જાણ ગામ લોકોને થતાં હાથમાં જે વાસણ આવ્યું તે લઈને તેલ ભરવા માટે લોકોએ દોટ મૂકી હતી. કોઈ હાથમાં ડોલ લઈને આવ્યું હતું, તો કોઈ ખાલી તેલના ડબ્બા લઈને આવ્યા હતા, કોઈના હાથમાં કેરબા હતા તો કોઈના હાથમાં પાણી ભરવાના ઘડા હતા. ગામમાંથી મહિલાઓ-પુરુષો, બાળકો અને વૃદ્ધો સહિતના લોકો હાઈવે પર દોડી આવ્યા અને ઢોળાયેલા તેલને ભરી ભરીને ઘર ભેગું કરવા લાગ્યા હતા.

ગામમાંથી એટલા બધાં લોકો તેલ ભરવા માટે ઉમટી પડ્યા હતાં કે રસ્તા પર લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. તેલના આસમાને પહોંચેલા ભાવની વચ્ચે આ રીતે મફતમાં મળી રહેલું તેલ લેવા મોટી સંખ્યામાં લોકો હાઈવે પર એકઠાં થઈ ગયા હતા. રસ્તાની બાજુમાં તેલના ખાડા ભરાયેલા જોઈને ગામ લોકો પોતાને રોકી શક્યા ન હતાં અને તેલ ભરીને ઘરે લઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સાયલા પોલીસની ટીમ દોડી આવી હતી અને ગામ લોકોને હટાવ્યા હતા. તેલ ભરેલા ટેન્કરનો અકસ્માત થતાં થોડીવાર માટે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments