Homeગામનાં ચોરેઆગ જ આગ: તુર્કીના જંગલોમાં 60 જગ્યાએ આગ, હજારો પશુઓ આગમાં હોમાયા,...

આગ જ આગ: તુર્કીના જંગલોમાં 60 જગ્યાએ આગ, હજારો પશુઓ આગમાં હોમાયા, સામે આવ્યા ભયાનક વીડિયો

Team Chabuk-International Desk: દક્ષિણ તુર્કીમાં જંગલોમાં લાગેલી આગ શહેરી વિસ્તાર સુધી પહોંચી ગઈ છે. દાવો કરાયો છે કે, જંગલમાં કુલ 60 જગ્યાએ આગ લાગી છે. આ અગ્નિકાંડમા અત્યાર સુધીમાં હજારો પશુ-પક્ષીઓ હોમાયા છે અને કુલ 3 લોકોના મૃત્યુ થયા છે. બીજી તરફ રહસ્યમય રીતે લાગેલી આગ અંગે તુર્કીના અધિકારીઓએ તપાસ ચાલુ કરી છે. તેમજ પ્લેન, હેલીકોપ્ટર અને ફાયર વિભાગની મદદથી આગ પર કાબૂ મેળવવાની કામગીરી પણ ચાલું છે. આ આગ એટલી ભયાનક છે કે દૂર દૂર સુધી આગની જ્વાળાઓ જોઈ શકાય છે. આગના કારણે તુર્કીનું આકાશ ધુમાડાથી ભરાયેલું જોવા મળી રહ્યું છે. 

“ચાલો તુર્કી માટે પ્રાર્થના કરીએ”

તુર્કીમાં લાગેલી આગની ઘટનાના કેટલાય વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક યુઝરે વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં આગની ભયાનકતા જોઈ શકાય છે. કેટલીય જગ્યાએ હજુ આગ ચાલુ છે. લોકો સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી તુર્કી માટે પ્રાર્થના કરી રહ્યા છે. યુઝરે વીડિયો પોસ્ટ કરીને લખ્યું છે કે, “તુર્કી બે દિવસથી સળગી રહ્યું છે. પશુઓ મરી રહ્યા છે, માણસો મરી રહ્યા છે, ખેતરો અને ગામ આખા બળી રહ્યા છે, તેઓને ઓક્સિજનની જરુર છે, આ રોકાઈ નથી રહ્યું. શહેરો અને ગામડાઓ જવાળાઓની ઝપેેટમાં આવી રહ્યા છે. ચાલો તુર્કી માટે પ્રાર્થના કરીએ અને બનતી મદદ કરીએ. તુર્કીને મદદની જરુર છે”

હજારો પશુ-પક્ષીના મોતની આશંકા

આ અંગે તુર્કીના વન અને પર્યાવરણ મંત્રી બેકિર પાકડેમીર્લીએ કહ્યું હતું કે, મોટા ભાગની આગ પર કાબૂ મેળવી લેવાયો છે. બીજી તરફ આગ લાગતા આસપાસના 20 ગામને ખાલી કરાવાયા છે. આગની ઝપેટમાં અત્યાર સુધીમાં કુલ 50 લોકો આવી ચુક્યા છે. જેમાંથી ત્રણ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બીજી તરફ હજારો પશુ-પક્ષીઓના મૃત્યુની પણ આશંકા સેવાઈ રહી છે.

પર્યટન સ્થળ ગુવેરસિનલિક, ઈસ્મેલેરમાં પણ આગ

જે જગ્યાએ આગ લાગી છે તેમાં ગુવેરસિનલિક અને ઈસ્મેલેર વિસ્તાર પણ સામેલ છે. અહીં લોકો રજાઓની મજા માણવા આવે છે. પર્યટકો રજાના દિવસોમાં અહી મોટી સંખ્યામાં જોવા મળે છે. આ વિસ્તારનું તાપમાન ખુબ ગરમ રહે છે જેથી આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બની રહ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments