Homeસિનેમાવાદકાઈલી જેનરના બિકીની લૂકે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવી દીધો

કાઈલી જેનરના બિકીની લૂકે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવી દીધો

Team Chabuk-Entertainment Desk: અમેરિકાની સુપર મોડલ અને સ્ટાર કાઈલી જેનરની એક તસવીરે સોશિયલ મીડિયાને ગાંડુ કરી દીધું છે. કાઈલીએ આ તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં તે સોનેરી ધૂળથી રંગાયેલી દેખાય છે અને વસ્ત્રોમાં માત્ર બીકીની પહેરી છે. સ્મોકી આઈ લૂક, ગોલ્ડ હૂપ્સ અને ફુલ બ્લોઆઉટે તેના ગોલ્ડન લૂકને કમ્પલિટ કરી દીધો છે.

કાઈલી 10 ઓગસ્ટના રોજ પોતાનો 24મો જન્મદિવસ મનાવશે. જેના સંદર્ભે તેણે આ પોસ્ટ શેર કરી હતી. તે પોતાની બ્યૂટી બ્રાન્ડ માટે 24,000 ગોલ્ડ થીમ ધરાવતો સંગ્રહ લોન્ચ કરશે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર લખ્યું છે કે, ‘મારો જન્મદિવસ આઠ દિવસમાં છે. અને નિશ્ચિતરૂપથી મારે વધુ એક કલેક્શનની સાથે બર્થડેની ઉજવણી કરવી હતી. મારા 24માં જન્મદિવસ પર 24,000 સોનાની થીમ 10 ઓગસ્ટના રોજ લોન્ચ થઈ રહી છે. હું આવતીકાલ આ કલેક્શનને મારી સ્ટોરીમાં શેર કરવા માટે વધારે પ્રતીક્ષા નથી કરી શકતી. જોડાયેલા રહો એટધરેટકાઈલીકોસ્મેટિક.’

દરેક વર્ષે કાઈલનો બર્થડે તેના ફેન્સ માટે ખાસ હોય છે. આ વર્ષે પણ ફેન્સ તેના જન્મદિવસની રાહ જોતા હતા. ખાસ તો એટલા માટે કે તે કઈ નવી પ્રોડક્ટ લોન્ચ કરે છે. કાઈલી જેનર અમેરિકાની મોડલ અને બિઝનેસવુમન છે. સોશિયલ મીડિયા પર કાયમ એક્ટિવ રહેતી કાઈલી પોતાની બોલ્ડ અને બિકીની લુકની તસવીરો શેર કરતી રહે છે.

આ સિવાય કાઈલી એક સેન્શેસનલ ડિવા છે. તેની એક પુત્રી પણ છે. થોડા સમય સુધી તે રેપર ટ્રેવિસ સ્કોટની સાથે રિલેશનશિપમાં હતી. જોકે હાલ આ બંને અલગ અલગ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments