Team Chabuk-Gujarat Desk: વાહનચાલકો માટે વિજય રૂપાણી સરકારે વધુ એક મોટો નિર્ણય કર્યો છે. જે મુજબ જો તમે વાહન તમે વાહન લઈને કોઈ જગ્યાએ ગયા હોય અને તમારી પાસે દસ્તાવેજ હાજર નથી તો તમે આ દસ્તાવેજ જે તે અધિકારીને 15 દિવસ અંદર બતાવી શકો છો. એટલે કે જો કોઈ અધિકારી તમને રસ્તા વચ્ચે રોકીને બળજબરી પૂર્વક દંડ વસૂલ કરે તો તમે તેમને દસ્તાવેજ દર્શાવવા માટે 15 દિવસનો સમય માગી શકો છો. જો કે, તમારી પાસે દસ્તાવેજ નથી અને તમે પોલીસ અધિકારી સામે ખોટું બોલો છો તો તમને તેની સજા થઈ શકે છે. આ ઉપરાંત હાલ કોરોનાને ધ્યાને રાખીને મુખ્યમંત્રીએ વાહન ડિટેઈનમાંથી પણ રાહત આપી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન કોરોના સંક્રમણના સંજોગોમાં રાજયમાં પોલીસ તંત્ર દ્વારા એન્ફોર્સમેન્ટ, સર્વેલન્સ અન્વયે પકડવામાં આવતા વાહનો માટે ઉચ્ચક દંડ વસૂલ કરવાની સૂચનાઓ આપી છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, હાલ કોરોનાની વિશ્વવ્યાપી મહામારીમાં ફરજિયાત માસ્ક પહેરવા અંગે અને તેના સઘન અમલ માટે પોલીસ તંત્ર દ્વારા ઝુંબેશ– સર્વેલન્સ મોટા પાયે હાથ ધરાઇ રહી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ એવી વ્યાપક રજૂઆતો આવી હતી કે, કોરોના સમયમાં પોતાના સગા સંબંધીઓને સારવાર માટે લાવવા-લઇ જવા ઘણીવાર ટુ વ્હીલર અને થ્રી વ્હીલર તેમજ ફોર વ્હીલર લઇને જતા-આવતા નાગરિકો પાસે પોતાના વાહનોના દસ્તાવેજો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોતા નથી.
આવા સંજોગોમાં આર.ટી.ઓ.ના નિયમ અનુસાર આવા વાહન ચાલકોના વાહનો જપ્ત કરવામાં આવે છે અને તેને છોડાવવાની પ્રક્રિયામાં લાંબો સમય જાય છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ રજૂઆતોનો સંવેદનાપૂર્ણ પ્રતિસાદ આપતાં એવો નિર્ણય કર્યો છે કે હવે આવા વાહનો માટે ઉચ્ચક દંડ વસૂલ કરવામાં આવશે.
ઉપરાંત ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો માટે 500 રૂપિયા અને ફોર વ્હીલર વાહનો માટે 1 હજાર રૂપિયાનો ઉચ્ચક દંડ વસૂલ કરાશે
મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ દરમિયાન પોતાના સગા-સંબંધીઓની સારવાર સેવા માટે અવર-જવર કરતા વાહન ચાલકોને આ નિર્ણય દ્વારા મોટી રાહત આપી છે. એટલું જ નહીં હવેથી આવા વાહનો માટેના જરૂરી દસ્તાવેજો ૧૫ દિવસમાં રજૂ કરી શકાશે તેમ પણ જણાવ્યું છે.
રાજયના વાહન વ્યવહાર વિભાગે આ અંગેનું જાહેરનામું બહાર પાડયું છે જે મુજબ રાજયમાં પોલીસ અધિકારીઓ કોવિડ-19 સંક્રમણ નિયંત્રણના કડક પગલાંઓ રૂપે મોટર વ્હીકલ એકટ-૧૯૮૮ અન્વયે ડીટેઇન કરાયેલા વાહનો માટે આ ઉચ્ચક દંડ વસૂલ કરી શકશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત