Homeગામનાં ચોરેઓક્સિજનનો મુદ્દો ઉઠાવનાર ભાજપ સાંસદના ભાઈનું કોરોનાથી નિધન

ઓક્સિજનનો મુદ્દો ઉઠાવનાર ભાજપ સાંસદના ભાઈનું કોરોનાથી નિધન

Team Chabuk-National Desk: દેશભરમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓને ઓક્સિજનની ભારે જરૂરિયાત પડી રહી છે. લગભગ તમામ રાજ્યમાં ઓક્સિજનની અછત છે. ઓક્સિજનના અભાવે અનેક કોરોના દર્દીઓ દમ તોડી રહ્યા છે. સામાન્ય વ્યક્તિથી લઈને નેતાઓ પણ પોતાના માટે કે સગા સંબંધીઓ માટે ઓક્સિજન માટે મદદ માગી રહ્યા છે. તેવામાં ભાજપના જ એક સાંસદના ભાઈનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું છે.

લખનઉના મોહનલાલગંજના સાંસદ કૌશલ કિશોરના મોટાભાઈ મહાવીર પ્રસાદનું શનિવારે મોડી રાતે કોરોનાની સારવાર દરમિયાન નિધન થઈ ગયું છે. કૌશલ કિશોરના 85 વર્ષીય ભાઈ મહાવીર પ્રસાદ છેલ્લા એક અઠવાડિયાથી કેજીએમયુ કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. સાંસદ કૌશલ કિશોરે જણાવ્યું કે તેમના મોટાભાઈ મહાવીર પ્રસાદ દુબગ્ગાના બિગરિયામાં તેમની બાજુમાં જ રહેતા હતા.

એક અઠવાડિયા પહેલા મહાવીર પ્રસાદ કોરોનાથી સંક્રમિત થયા હતા જેથી તેમને કેજીએમયુની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં છેલ્લા બે-ત્રણ દિવસથી તેમની તબિયત વધુ બગડી હતી અને શનિવારે રાત્રે તેઓનું કોરોનાથી નિધન થયું હતું. મહાવીર પ્રસાદના પરિવારમાં બે પુત્ર રાકેશ અને અરવિંદ અને ચાર પુત્રીઓ છે. મહાવીર પ્રસાદના મૃત્યુની જાણ થતાં જ કૌશલ કિશોરના તમામ સમર્થકો અને સગા સંબંધીઓ હોસ્પિટલે પહોંચ્યા હતા.

મહત્વનું છે કે, ભાજપના સાંસદ કૌશલ કિશોરે ગઈકાલે જ ઓક્સિજનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ટ્વિટ કરીને લખ્યું હતું કે, માનનીય મુખ્યમંત્રીને નિવેદન છે કે મોટી સંખ્યામાં કોરોનાથી પીડિત લોકો ઘરોમાં આઈસોલેટ છે જેઓને ઓક્સિજનની બહુ જ જરૂરિયાત છે. ઓક્સિજન ગેસ રિફિલિંગ પ્લાન્ટ ઉપર આવા લોકોને ઓક્સિજન મળવામાં ખૂબ જ પરેશાની વેઠવી પડી રહી છે.

ઉત્તર પ્રદેશમાં કોરોનાના કારણે સ્થિતિ દયનીય હાલતમાં છે. યુપીની રાજધાની લખનઉમાં મોતનો આંકડો પણ વધી રહ્યો છે. શનિવારે લખનઉમાં કોરોનાથી 42 દર્દીઓના મોત થયા હતા. જે અત્યાર સુધીના એક દિવસના સૌથી વધુ મોત છે. શનિવારે લખનઉમાંથી કોરોનાના નવા 5461 દર્દીઓ સામે આવ્યા હતા.
લખનઉમાં છેલ્લા 24 કલાકમાં મોતની સંખ્યા ત્રણ ગણી વધી ગઈ છે. શુક્રવારે 14 લોકોના મોત થયા હતા જે શનિવારે વધીને 42 સુધી પહોંચી ગયા હતા.

ઉત્તર પ્રદેશમાં એક તરફ સારવારના અભાવે અથવા તો ઓક્સિજનના અભાવે દર્દીઓ દમ તોડી રહ્યા છે ત્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન, બેડ અને દવાનો જથ્થો હોવાનો દાવો કરી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments