Team Chabuk-National Desk: કોરોનાકાળમાં નેતાઓ કરતાં અભિનેતા સોનુ સૂદે નાગરિકોના દિલ વધુ જીત્યા છે. 2020માં પણ તે પ્રવાસી શ્રમિકોની વ્હારે આવ્યો હતો. આ પહેલાં પણ તે ઘણાં લોકોની મદદ કરી ચુક્યો છે અને હજુ તેની મદદ કરવાનો સિલસિલો યથાવત છે.
લોકો માટે મસિહા બનેલા અભિનેતા સોનુ સૂદે હાલમાં જ ફેફસાની બીમારી સામે લડી રહેલી રહેલી યુવતીને તાત્કાલિક એર એમ્બ્યુલેન્સ વડે યોગ્ય હૉસ્પિટલ પહોંચાડી હતી. જેથી તેની સારવાર સારી રીતે કરવામાં આવી શકે. સોનુ સૂદ સોશિયલ મીડિયા દ્વારા લોકો સાથે જોડાય છે. તેમની સમસ્યા સાંભળે છે અને ત્યારબાદ તે પોતાની તરફથી મદદના દરેક સંભવિત પ્રયત્ન કરે છે.
જ્યારે સોનુને ખબર પડી કે 25 વર્ષીય ભારતીના કોરોનાના કારણે 85-90 ટકા ફેફસા ખરાબ થઈ ગયા છે જેથી તેને નાગપુરની વોકહાર્ડ હૉસ્પિટલમાં એડમિટ કરાવી હતી પરંતુ ત્યાંના ડૉક્ટરોએ કહ્યું હતું કે ભારતીની સારવાર હવે અમારા હાથમાં નથી અને તેને સ્પેશિયલ ટ્રીટમેન્ટની જરૂર પડશે જે માત્ર હૈદરાબાદની અપોલો હૉસ્પિટલમાં જ શક્ય છે.
નાગપુરની વોકહાર્ડથી બીજી હોસ્પિટલમાં યુવતીને પહોંચાડવી ખુબ મુશ્કેલ કામ હતું. તેમજ નિષ્ણાત તબીબોને અહીં લાવવા પણ ખુબ સમય માગી લે તેવું હતું. જો કે, સોનુ સૂદે હાર ન માની અને એ કરી દેખાડ્યું જે અશક્ય લાગતું હતું
જ્યારે સોનુને ડોક્ટર્સે કહ્યું હતું કે, યુવતીનો જીવ ECMOની મદદથી બચી શકે છે. આ ટ્રીટમેન્ટ માટે હૈદરબાદથી 6 ડૉક્ટર્સની ટીમને એક દિવસ પહેલા આવવું પડશે. જ્યારે સોનુને લાગ્યું કે પ્રક્રિયામાં વધુ સમય લાગી જશો તો તેણે એર એમ્બ્યુલેન્સથી દર્દીને હૈદરાબાદની અપોલો હૉસ્પિટલ પહોંચાડી જેથી યોગ્ય સમય પર તેની સારવાર થઈ શકે અને જીવ બચાવી શકાય.
આ મુદ્દે સોનુએ કહ્યું હતું કે, “ડોક્ટર્સે મને પૂછ્યું કે ભારતીની બચવાની આશા માત્ર 20 ટકા છે. એવામાં શું સારવાર આગળ ચાલુ રાખવી ? મેં કહ્યું કે એકદમ. એ 25 વર્ષીય યુવાન છોકરી છે. તે આ જંગને મજબૂતીથી લડશે અને જીતશે પણ. ત્યારે જ અમે ચાન્સ લીધો અને એર એમ્બ્યુલેન્સની મદદથી દેશના બેસ્ટ ડૉક્ટર્સની ટીમ સુધી પહોંચાડી. હૈદરાબાદની અપોલો હૉસ્પિટલમાં ટ્રીટમેન્ટ સારી રીતે ચાલી રહી છે. અમને આશા છે કે બધુ સારું થશે. તે રીકવર થશે અને જલદી જ સ્વસ્થ થઈ જશે”
તાજેતરમાં જ સોનુ સૂદે કોરોનાને મ્હાત આપી છે. સંક્રમિત થયા બાદ તેણે છઠ્ઠા દિવસે જ કોરોનાને મ્હાત આપી હતી. છ દિવસમાં જ તેનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો હતો. કોરોના સંક્રમિત હોવા છતાં તેણે લોકોને કહ્યું હતું કે તેને કોરોના પણ લોકોની મદદ કરતાં નહીં રોકી શકે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત