Homeગામનાં ચોરેઈટાલીથી અમૃતસર આવેલી ફ્લાઈટમાં 125 મુસાફરો કોરોના પોઝિટિવ નીકળ્યા

ઈટાલીથી અમૃતસર આવેલી ફ્લાઈટમાં 125 મુસાફરો કોરોના પોઝિટિવ નીકળ્યા

Team Chabuk-National Desk: ઈટાલીથી અમૃતસર આવેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એકસાથે 125 મુસાફરો કોરોના પોઝિટિવ મળતાં હાહાકાર મચી ગયો છે. ઈટલીથી અમૃતસર આવેલી આ ફ્લાઈટમાં કુલ 191 મુસાફર સવાર હતા. પંજાબના અમૃતસરના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈટાલીથી આ ફ્લાઈટ આવી હતી. તમામ સંક્રમિતોને અમૃતસરમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. આ પહેલીવાર છે, જ્યારે ફ્લાઈટમાં આટલી મોટી સંખ્યામાં કોરોના સંક્રમિતો મળી આવ્યા છે.

એરપોર્ટના ડિરેક્ટર વી.કે. શેઠે જણાવ્યું હતું કે ફ્લાઈટમાં આવેલા તમામ મુસાફરાની કોરોનાની તપાસ કરવામાં આવી છે, જેમાં 125 મુસાફર કોરોના પોઝિટિવ મળ્યા છે.

દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેર આવી ગઈ છે. આ દરમિયાન દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 90,928 નવા કેસ નોંધાયા છે અને 325 લોકોનાં મોત થયાં છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા પણ 71,381ના વધારા સાથે 2 લાખ 85 હજાર 401 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 19,206 દર્દી સાજા થયા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments