Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં કાયમી શિક્ષકની ભરતીને લઈને મોટા સમાચાર આવ્યા છે. આજે રાજ્ય સરકાર કુલ 24700 જગ્યાઓ પર શિક્ષકોની ભરતી (Teachers’ Recruitment) જાહેરાત કરી છે. કેબિનેટ બેઠકમાં ભરતીને લીલી ઝંડી આપવામાં આવી છે. લાંબા સમયથી TET-TAT પાસ ઉમેદવારોની આતુરતાનો અંત આવી ગયો છે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરી છે.

અંતે 24,700 કાયમી શિક્ષકની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 7500 શિક્ષક હાયર સેકન્ડરી માટે લેવામાં આવશે. જ્યારે બાકીના 17200 શિક્ષક પ્રાથમિક શિક્ષણ માટે ભરવામાં આવશે. 2011 થી 2023 સુધીમાં લેવાયેલી ટેટની તમામ પરીક્ષા માન્ય ગણાશે. ટાટની પરીક્ષા પાસ કરનાર 17,000 જ્ઞાનસહાયક પણ ભરતીમાં ભાગ લઈ શકશે. રાજ્યમાં કુલ 42759 ખાલી જગ્યામાંથી 24,700 જગ્યા ભરવામાં આવશે. ડિસેમ્બર સુધીમાં ભરતીની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવશે. ભરતીનું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવશે. આગળ જતા વ્યાયામ શિક્ષકની પણ ભરતી થશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત