Homeગુર્જર નગરીહળવદના રાયસંગપર ગામે કૌટુંબિક બહેનને ભગાડી જનાર યુવકનું ભાઈઓએ જ ઢીમ ઢાળી...

હળવદના રાયસંગપર ગામે કૌટુંબિક બહેનને ભગાડી જનાર યુવકનું ભાઈઓએ જ ઢીમ ઢાળી દીધું

Team Chabuk-Gujarat Desk: હળવદ તાલુકાના રાયસંગપર ગામે મોડી રાત્રે પ્રેમ સંબંધમાં ખુની ખેલ ખેલાયો હતો. બે કૌટુંબિક ભાઈઓએ જ બે ભાઈ પર હુમલો કરતાં એકનું મોત થયું છે જ્યારે એકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયો છે. બે કૌટુંબિક ભાઈઓએ જ બે ભાઈ પર છરી અને ધોકા વડે હુમલો કરતા એકનું મોત નિપજ્યું છે જ્યારે એકને ગંભીર હાલતમાં મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

બનાવની વિગતે વાત કરીએ તો, હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા શામજીભાઈ બાબુભાઈ લોલાડીયા (ઉં. વ. 23) અને ગોપાલભાઈ બાબુભાઈ લોલાડીયા (ઉં. વ. 18) આજે રાત્રિના સમયે ઘરે સુતા હતા ત્યારે 11:30 વાગ્યાની આસપાસ કૌટુંબિક ભાઈઓ વિપુલભાઈ કરમણભાઇ ઉર્ફે કાળુભાઈ લોલાડીયા અને ગૌતમભાઈ ઉર્ફે ગવો કરણભાઈ લોલાડીયા શામજીભાઈના ઘરે ધોકા અને છરી લઈને આવ્યા હતા. જેમાં આરોપીઓએ શામજીભાઈ અને ગોપાલભાઈ પર હુમલો કરતા શામજીભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ગોપાલભાઈને ઇજા પહોંચતા તેઓને સારવાર માટે મોરબી લઈ જવામાં આવ્યા છે. બીજી તરફ આ બનાવમાં હુમલો કરવા આવેલા આરોપી વિપુલભાઈ કરમણભાઈ ઉર્ફે કાળુભાઈ લોલાડીયાને પણ માથાના ભાગે ઈજા પહોંચતા હળવદ સરકારી હોસ્પિટલ ખાતે તેઓની સારવાર ચાલી રહી છે.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આરોપીઓ અને મૃતક એક જ કુટુંબના હોય અને કાકા-ભત્રીજા થતા હોય જોકે આઠ મહિના પહેલા મૃતક શામજીભાઈ લોલાડીયાએ આરોપી વિપુલભાઈની બેનને ભગાડી ગયા હોય અને ત્યારબાદ બંને પકડાઈ જતા એક જ કુટુંબના હોય તેથી લગ્ન શક્ય ન હોય માટે કુટુંબીજનોએ લગ્ન કરવા ન દીધા હતા. જેથી મૃતકના પરિવારજનોએ શામજીભાઈને ગાંધીધામ તેની બહેનના ત્યાં મોકલી દીધો હતો. આઠેક મહિના બાદ મૃતક શામજીભાઈ શનિવારે જ રાયસંગપર ગામે આવ્યો હતો અને આરોપીઓ તું અહીં કેમ આવ્યો છો તેમ કહી શામજીભાઈ પર અને ગોપાલભાઈ પર છરી અને ધોકા વડે તૂટી પડ્યા હતા.

halvad murder

હાલ પોલીસને જાણ થતા પીઆઈ આર.ટી.વ્યાસ સહિતની સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ બનાવની ગંભીરતા જોઈને હુમલાખોરોની તાત્કાલિક અટકાયત કરી મૃતકના પિતાની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments