Homeસિનેમાવાદઆવી રહી છે Mirzapur 3, ક્યારે અને કેટલા વાગે OTT પર સ્ટ્રીમિંગ...

આવી રહી છે Mirzapur 3, ક્યારે અને કેટલા વાગે OTT પર સ્ટ્રીમિંગ થશે? અહીં જાણો વિગત

Team Chabuk-Entertainment desk: મિર્ઝાપુર 3ની આતુરતાથી રાહ જોઈ રહેલા લોકોની રાહ હવે ટૂંક જ સમયમાં પૂરી થવા જઈ રહી છે. સિરીઝ રિલીઝ માટે તૈયાર છે. મિર્ઝાપુર 3 ક્યારે રિલીઝ થશે તે સિરીઝ વિશે જાણવા માટે દરેક જણ ઉત્સુક છે. સવાલો એ પણ છે કે, શું મિર્ઝાપુર 3માં તમામ જૂના કલાકારોને સામેલ કરવામાં આવશે?

શું મુન્ના ભૈયા હજી જીવે છે? શ્રેણીમાં કેટલા એપિસોડ હશે? આવી સ્થિતિમાં, અહી તમને મિર્ઝાપુર 3ની રિલીઝ પહેલા સૌથી વધુ પૂછાયેલા તમામ પ્રશ્નોના આ રહ્યા જવાબ.

મિર્ઝાપુર 3 રિલીઝ તારીખ અને OTT પ્લેટફોર્મ

મિર્ઝાપુર 3 લાંબી રાહ જોયા પછી 5 જુલાઈના રોજ એમેઝોન પ્રાઇમ વીડિયો પર હવે તે સ્ટ્રીમ થઈ રહી છે. આ સિરીઝના છેલ્લા બે ભાગ સુપરહીટ રહ્યા હતા, એટલે જ હવે લોકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

મિર્ઝાપુર 3 કેટલા વાગે રીલીઝ થશે

મિર્ઝાપુરએ પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી, વિજય વર્મા, રસિકા દુગ્ગલ અભિનીત ગેંગસ્ટર ડ્રામા શ્રેણીનું નિર્દેશન ગુરમીત સિંહે કર્યું છે અને તે એ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી શ્રેણીઓમાંની એક સિરીઝ છે. સિરીઝના રિલીઝના સમય વિશે વાત કરીએ તો, મળતી માહિતી મુજબ તેના તમામ એપિસોડ મધ્યરાત્રિએ સ્ટ્રીમ કરવામાં આવશે.

મિર્ઝાપુર 3માં કેટલા એપિસોડ હશે?

થોડા સમય પહેલા જ્યારે મિર્ઝાપુરનું ટ્રેલર રિલીઝ થયું હતું ત્યારે લોકોએ તેને ખૂબ પસંદ કર્યું હતું. આ સાથે જ સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે આ વખતે શોમાં કેટલા એપિસોડ હશે. ખરેખર, મિર્ઝાપુર સિઝન 1માં 9 એપિસોડ હતા, જ્યારે બીજી સિઝનમાં 10 એપિસોડ હતા. હવે મિર્ઝાપુર 3માં પણ કુલ 9 કે 10 એપિસોડ હોઈ શકે છે.

Mirzapur 3

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments