Homeગુર્જર નગરીઅમદાવાદમાં જિન્સ બનાવતી કંપનીમાં ટાંકીમાં ઉતરેલા ત્રણ યુવકોના મોત

અમદાવાદમાં જિન્સ બનાવતી કંપનીમાં ટાંકીમાં ઉતરેલા ત્રણ યુવકોના મોત

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં જિન્સ બનાવતી કંપનીમાં ત્રણ યુવકોના કરુણ મોત નિપજ્યા છે. કાપડ ધોવાની ટાંકીમાં ઉતરેલા 3 યુવકના મોત થયા છે. ત્રણેય મૃતદેહ ટાંકીમાં રાતભર રહ્યા હોવાનો પરિજનોનો આક્ષેપ છે. અમદાવાદના દાણીલીમડામાં આવેલા ખોડિયારનગરની જીન્સ બનાવતી કંપની એમકે ક્રિએશનમાં આ બનાવ બન્યો છે. કંપનીમા જિન્સના કાપડ ધોવાની ટાંકીમાં ઉતારેલા ત્રણ યુવક સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર, પ્રકાશ પરમારના કરુણ મોત નિપજ્યા છે. 

ત્રણે યુવકોના મૃતદેહ ટાંકીમાં રાતભર અંદર રહ્યા હોવાનો પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે. ત્રણેય યુવકના પરિવારજનો આ બનાવની જાણ થતા જ મણિનગરની એલજી હોસ્પિટલ પહોંચી ગયા હતા. પોલીસનો કાફલો પણ હોસ્પિટલ ખાતે પરિસ્થિતિનો તાગ મેળવી હોસ્પિટલમાં ખડકાયો છે. ત્રણેય યુવકો 25 થી 30 વર્ષની વયના હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે. એમકે ક્રિએશન કંપનીના સંચાલક અને કંપનીના માલિક સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. બંનેને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. 

ahmedabad

ત્રણેય યુવકો સવારે ઘરેથી નીકળી કામ કરવા ગયા હતા. યુવકો અલગ કામ કરતા હતા. જોકે આજે મજૂરી મળે માટે ટાંકી સાફ કરવા ગયા. સુનિલ ટાંકી સાફ કરવા ઉતર્યો હતો, જે અંદર પડતા બાદમાં પ્રકાશ અંદર પડ્યો હતો. તેમને બંનેને બચાવવા વિશાલ ટાંકામાં પડ્યો હતો. ત્રણેય મૃતક યુવકના પરિવારે ન્યાય અને વળતર માટે માંગ કરી છે. કંપનીએ સેફટીના સાધનો ન આપતા બનાવ બન્યાના પરિજનોના આક્ષેપ છે. કંપનીની ભૂલના કારણે બનાવ બન્યા તેવું પરિજનોએ કહ્યું. 

મૃતક સુનિલ રાઠવાના પરિવારમાં સુનિલ અને તેની માતા જ છે. તેના પિતાનું 5 મહિના પહેલા મોત થયું હતું. સુનિલ ઘરનો એકનો એક સહારો હતો, જે કુદરતે છીનવી લીધો છે. જ્યારે વિશાલના ઘરમાં માતા પિતા અને મોટો ભાઈ છે. વિશાલની ગઈ કાલે પહેલી મેરેજ એનિવર્સરી હતી અને આજે બનાવ બન્યો. પ્રકાશના ઘરમાં માતા અને ભાઈ અને બહેન છે. જ્યારે પિતાનું 15 વર્ષ પહેલાં મોત નિપજ્યું હતું. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments