ગોવાબાપાઃ ચાબુક તમામ મહાનગરપાલિકાઓની ચૂંટણી પતી ગઈ, પદાધિકારીઓની નિમણૂક પણ થઈ ગઈ. નેતાઓએ એયને મોજથી જીતની ઉજવણીઓ કરી લીધી. હવે જનતા પર નિયમો ઠોકી બેસાડવાનો સમય આવી ગ્યો હોય એવું લાગી રહ્યું છે. ચાબુક હવે હોળી-ધૂળેટી નજીક આવી રહી છે. કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. સરકારને હવે તહેવારો પર તવાઈ બોલાવવાનું ભાન થયું છે. અચાનક સરકારને ખબર પડી કે કોરોનાના કેસ વધી રહ્યા છે. જેથી મહાનગરોમાં જનતાની ધૂળેટી બગાડવાનું સરકારે નક્કી કરી લીધું છે. સરકારે સીધી રીતે કોઈ પાબંદી નથી લાદી પરંતુ વાત એવી જાણવા મળી છે કે સરકારે ધૂળેટીનું આયોજન કરનારા મોટા મોટા ક્લબોવાળા અને પાર્ટી પ્લોટવાળાને બોલાવીને આયોજન ન કરવાનું જણાવી દીધું છે. એટલે હવે જનતાને ના છૂટકે શેરી મહોલ્લામાં રંગે રમવું પડશે.
ચાબુક ભીડ ભેગી ન થાય તે માટે સરકારે પગલાં લેવા જ જોઈએ પરંતુ માત્ર તહેવારો અને જનતાના પ્રસંગો બગાડવાની સરકારની નીતિ છે એ યોગ્ય નથી. સ્ટેડિયમમાં 70 હજાર લોકો ભેગા થઈ શકે, નેતાઓની સભામાં હજારો લોકો એકઠાં થઈ શકે તો તહેવારો ટાણે જ કેમ સરકાર પાબંદીઓ લગાવે છે ? આવા સવાલ જનતાના મનમાં ઉઠી રહ્યા છે.
આ કેન્દ્રીય મંત્રીનું ટ્વિટ જ વાંચી લે ચાબુક એટલે તને ખ્યાલ આવી જશે કે જનતાએ જ બધા નિયમો પાળવાના.
पूरे देश में कोरोना कम हो रहा है। लेकिन कोरोना के 70% से ज्यादा मामले महाराष्ट्र में आ रहे हैं। यह महाराष्ट्र के लिए अच्छी बात नहीं है। लोगों को भीड़भाड़ नहीं करनी चाहिए। लोगों को शादी और आम सभाओं समते त्योहारों के कार्यक्रमों को टालने की ज़रूरत है: केंद्रीय मंत्री रामदास अठावले pic.twitter.com/1uhwSuseVP
— ANI_HindiNews (@AHindinews) March 13, 2021
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે કહી રહ્યા છે કે, આખા દેશમાં કોરોના ધીમો પડી રહ્યો છે પરંતુ કોરોનાના 70 ટકા કેસ મહારાષ્ટ્રમાં આવી રહ્યા છે. આમ કહેતા કહેતાં રામદાસ આઠવલે જનતાને નિયમોના પાઠ ભણાવતા કહી રહ્યા છે કે લોકોએ ભીડવાળી જગ્યાએ ન જવું જોઈએ. લોકોને લગ્નો, તહેવારો અને અન્ય કાર્યક્રમો ટાળવા જોઈએ. મંત્રીજીને મારે કહવું છે કે થોડી સલાહ નેતાઓને પણ આપો. તમારી સરકારના જ મંત્રીઓ અને ખુદ પ્રધાનમંત્રી પણ ચૂંટણીવાળા રાજ્યમાં જઈને લાખોની સભાને સંબોધીને આવે છે.
જવાહરભાઈએ કોંગ્રેસની બે વિકેટ ખેરવી
ચાબુક મહાનગરપાલિકામાં પદાધિકારીઓની વરણી બાદ હવે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં વરણીઓ થવાની છે. ત્યારે ભાજપની નજર ન જીતેલી પંચાયતો અને પાલિકા પર છે. જેમાં એક પંચાયત કોંગ્રેસ પાસેથી ઝુંટવી લેવામાં ભાજપ સફળ થયું હોય તેવું દેખાઈ રહ્યું છે. મેંદરડા તાલુકા પંચાયતના ચૂંટાયેલા બે કોંગ્રેસના અને 2 અપક્ષના સભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે. મેંદરડા તાલુકા પંચાયતમાં પરિણામોમાં કોંગ્રેસને 9, ભાજપને 5 અને અપક્ષને 2 બેઠક મળી હતી. કોંગ્રેસની સત્તા નક્કી જ હતી. પરંતું કોંગ્રેસને સુકાન મળે તે પહેલાં જ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાએ ખેલ પાડી દીધો. જવાહરભાઈની હાજરીમાં કોંગ્રેસના 2 અને અપક્ષના 2 ઉમેદવારે ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે. જેથી હવે સત્તા પર ભાજપ આવે તેવું ચિત્ર વર્તાઈ રહ્યું છે.
યશવંત સિન્હા ટીએમસીમાં જોડાયા
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલાં ઘણું બધું જોવા મળશે ચાબુક. અનેક નેતાઓ તૃણમુલ કોંગ્રેસ છોડી ભાજપમાં જઈ રહ્યા છે. ત્યારે આજે અટલ સરકારમાં મંત્રી રહી ચુકેલા યશવંત સિન્હા તૃણમુલ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. યશવંત સિન્હાએ તૃણમુલ કોંગ્રેસમાં જોડાઈને કહ્યું કે, હવે ચૂંટણી આયોગ પણ સ્વતંત્ર સંસ્થા રહી નથી. 8 ચરણમાં ચૂંટણીનો નિર્ણય મોદી-શાહના નિયંત્રણમાં લેવાયો છે. યશવતં સિન્હાએ ન્યાયપાલિકા પણ નબળી પડી ગઈ હોવાનું કહ્યું. સાથે જ પશ્ચિમ બંગાળમાં ફરીથી તૃણમુલ કોંગ્રેસની જ સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
मैं बहुत अफसोस के साथ कह रहा हूं कि चुनाव आयोग अब स्वतंत्र संस्था नहीं रही है। तोड़-मरोड़ कर चुनाव(8 चरणों में मतदान) कराने का फैसला मोदी-शाह के नियंत्रण में लिया गया है और भाजपा को फायदा पहुंचाने के ख्याल से लिया गया है: यशवंत सिन्हा, टीएमसी pic.twitter.com/HscTvWIPWd
— ANI_HindiNews (@AHindinews) March 13, 2021
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત