Homeગુર્જર નગરીરાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ (Jayanti Ravi)ની બદલી

રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ (Jayanti Ravi)ની બદલી

Team Chabuk-Gujarat Desk: રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ (Jayanti Ravi)ની બદલી કરી દેવામાં આવી છે. આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિની બદલી કરીને તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવી દેવાયા છે. કેન્દ્ર સરકારની પ્રતિનિયુક્તિ પર આ આદેશ આપવામાં આવ્યો છે. જયંતિ રવિએ કેન્દ્ર સરકારને બદલી અંગે અરજી કરી હતી. જયંતિ રવિ (Jayanti Ravi) મૂળ તમિલનાડુના હોવાથી તેમણે તમિલનાડુમાં પ્રતિનિયુક્તિ માગી હતી. જેથી તેઓને તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવી દેવાયા છે.

1991ની બેચના IAS અધિકારી જયંતિ રવિ (Jayanti Ravi) છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં આરોગ્ય અગ્રસચિવ તરીકે ફરજ બજાવતા હતા. લાંબા સમયથી જયંતિ રવિની બદલીની અટકળો તેજ થઈ હતી અને હવે તેઓની અચાનક બદલી કરી દેવાતા ગાંધીનગર સચિવાલયમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

છેલ્લા ઘણા સમયથી જયંતિ રવિ (Jayanti Ravi)ને આરોગ્ય અગ્રસચિવ પદેથી હટાવવાની અટકળો ચાલી રહી હતી. મળતી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકાર તરફથી સૂચના મળતાં જ રાજ્ય સરકાર દ્વારા જયંતિ રવિ (Jayanti Ravi)ને સેવામાંથી મુક્ત કરવા માટેની ઔપચારિકતા શરૂ કરી દેવામાં આવી હતી. થોડા સમય પહેલા એવી પણ અટકળો હતી કે તેઓને પુડ્ડુચેરીના મુખ્ય સચિવ બનાવાશે પરંતુ અંતે કેન્દ્ર સરકારે તેઓની માગણી સ્વીકારીને તેમના વતન તમિલનાડુમાં બદલી કરવામાં આવી છે. જો કે કોરોના કાળની વિકટ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના આરોગ્ય અગ્રસચિવની આ પ્રકારે બદલી કરી દેવાતા અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

કોણ છે જયંતિ રવિ ?

જયંતિ રવિ (Jayanti Ravi) 2002માં પંચમહાલ જિલ્લાના કલેક્ટર હતા. ત્યારબાદ તેઓને શિક્ષણ વિભાગ, ગ્રામવિકાસ પ્રધાનમંત્રી કાર્યાલય જેવા વિભાગમાં મૂકવામાં આવ્યા હતા. તેઓ કડક વહીવટકર્તા તરીકે ઓળખાય છે. તેઓ 11 જેટલી ભાષાના જાણકાર છે. સંસ્કૃતભાષામાં તેઓએ ઘણા પુસ્તકો લખ્યા છે. જયંતિ રવિ (Jayanti Ravi)એ શાસ્ત્રીય સંગીતની તાલીમ પણ લીધેલી છે. તેઓએ મદ્રાસ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરીને હાવર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. ત્યારપછી તેમણે મેનેજમેન્ટ વિષયમાં પીએચડી કર્યું છે.

નવા આરોગ્ય અગ્રસચિવ કોણ હશે ?

જયંતિ રવિ (Jayanti Ravi)ની બદલી બાદ હવે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ કોણ બનશે તેના પર પ્રશ્નાર્થ છે. વહીવટી પ્રક્રિયા પ્રમાણે નવા અગ્રસચિવ અંગે ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાઓ વચ્ચે આ પકડારજનક પદ કોને આપવામાં આવે છે તેના પર સૌની નજર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments