Homeગામનાં ચોરેહવે ભારત સરકાર સંશોધન કરશે કે શું કોરોના વેક્સિનના સિંગલ ડોઝથી રક્ષણ...

હવે ભારત સરકાર સંશોધન કરશે કે શું કોરોના વેક્સિનના સિંગલ ડોઝથી રક્ષણ મેળવી શકાય

Team Chabuk-National Desk: દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને ત્રીજી લહેરનું સંકટ માથે ભમી રહ્યું છે. કોરોનાની સામેનું એક માત્ર હથિયાર વેક્સિન છે અને તેની પણ ઓછપ વર્તાય રહી છે. એવામાં ભારત સરકાર સંશોધન કરવાની છે કે શું વેક્સિનનો એક ડોઝ પણ પર્યાપ્ત છે. એવા સંશોધન પણ સામે આવી રહ્યા છે કે જો કોઈને કોરોના થઈ ચૂક્યો હોય તો તેની અંદર પર્યાપ્ત એન્ડીબોડી બની ચૂક્યા હોય છે. જેથી વેક્સિનનો એક ડોઝ પણ કાફી છે. જોકે આ થીયરી પર કેટલાક વિશેષજ્ઞો સવાલ ઉઠાવી રહ્યા છે.

સૌથી વધુ કોવિશીલ્ડના ડોઝ

દેશમાં હાલ વિશ્વનું સૌથી મોટું ટીકાકરણ અભિયાન ચાલી રહ્યું છે. વેક્સિનની ઉણપ કોવિડ ટીકાકરણમાં સમસ્યારૂપ બનેલ છે. વેક્સિનને લઈને ડર અને અફવાઓનું બજાર ગરમ છે. વેક્સિનના અસરદાર હોવા પર પણ જબરદસ્ત કન્ફ્યૂઝન ચાલી રહ્યું છે. ભારતમાં હાલ ત્રણ વેક્સિન ઉપલબ્ધ છે. કોવેક્સિન, કોવિશીલ્ડ અને રશિયાથી આયાત કરેલી સ્પુતનિક. જેમાં કોવિશિલ્ડના ડોઝ સૌથી વધારે લાગી રહ્યા છે. દેશમાં લાગેલા સૌથી વધારે વેક્સિનના ડોઝમાં 90 ટકાથી વધારે કોવિશીલ્ડના ડોઝ લાગ્યા છે. એવામાં ભારત સરકાર કેટલાક મહિનાઓમાં એ સંશોધન કરશે કે શું કોવિશીલ્ડના સિંગલ ડોઝથી કોરોના સામે રક્ષણ મેળવી શકાય.

શા માટે બીજો ડોઝ આપવાની જરૂર નથી?

કોવિડની તમામ વેક્સિનના અલગ અલગ ડોઝમાં સમયનું એક નિશ્ચિત અંતર હોય છે અને આ અંતર એટલા માટે હોય છે કારણ કે યોગ્ય માત્રામાં એન્ટીબોડી બની શકે. કોવિશીલ્ડને લઈ અલગ અલગ પ્રકારના સંશોધન સામે આવ્યા અને વેક્સિનના ડોઝની વચ્ચેના અંતરને પણ વધારવામાં આવ્યું. માનવામાં આવી રહ્યું છે કે જે વ્યક્તિ કોરોનાથી બચી ગયો છે તેને વેક્સિનના બે ડોઝ લગાવવાથી પર્યાપ્ત એન્ટીબોડી શરીરમાં નિર્માણ પામી જાય છે. ભારતમાં 4 કરોડ 30 લાખ લોકોએ બંને ડોઝ લીધા છે. જેમાં એન્ટીબોડી પણ બની છે. જોકે કેટલાક એવા કેસ પણ હોય છે જેમાં પર્યાપ્ત એન્ટીબોડી નથી બનતી. આ વચ્ચે, સાયન્સ જર્નલ નેચરમાં પબ્લિશ થયેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોનાથી ઠીક થયેલા લોકોમાં વેક્સિનનો એક ડોઝ પર્યાપ્ત છે. એટલે કે તેને બુસ્ટર અથવા તો બીજો ડોઝ આપવાની જરૂર નથી.

બીએચયૂએ આપ્યો તર્ક

વૈજ્ઞાનિકનું કહેવું છે કે કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોમાં એન્ટીબોડી પ્રાકૃતિક રીતે બને છે. અને જો કોરોનાથી રિકવર થયેલા લોકોને વેક્સિનનો એક ડોઝ પણ મળી જાય તો ઈમ્યુનિટી લાંબા સમય સુધી બની રહે છે. આ સાથે જ બનારસ હિંદુ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પોતાના અભ્યાસમાં એ જાણ્યું છે કે કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોમાં વેક્સિનની એક ડોઝ જ કાફી છે. બીએચયૂના વૈજ્ઞાનિકોએ વીસ લોકો પર અભ્યાસ કર્યો હતો અને આ સંશોધનને પબ્લિશ કરવા માટે મોકલ્યું હતું. સંસ્થાના વૈજ્ઞાનિકોએ પોતાની રિપોર્ટને પ્રધાનમંત્રીની સામે રાખી છે અને એ મંતવ્ય આપ્યું છે કે કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોને કોરોનાની વેક્સિનનો એક જ ડોઝ આપવામાં આવે. જેનાથી વેક્સિનનું સંકટ દૂર થશે.

નિષ્ણાતોએ ઉઠાવેલા સવાલ

વેક્સિનના એક માત્ર ડોઝ પર હવે સવાલ ઉઠી રહ્યા છે. આ દાવાનું સંપૂર્ણ સત્ય શું છે? શું કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોને વેક્સિનના બીજા ડોઝની જરૂર નથી. આપણે એ જાણવું જોઈએ કે ડોઝનું નિર્ધારણ કયા આધાર પર થાય છે અને એ કેવી રીતે ખબર પડશે કે વેક્સિનનો એક જ ડોઝ પર્યાપ્ત છે.

વૈજ્ઞાનિક પ્રોફેસર ગિરિધર બાબુએ કહ્યું કે, આ બિલકુલ યોગ્ય વિચાર નથી. આ મંતવ્ય આપવા માટે કોઈ ડેટા નથી કે જનસંખ્યા સ્તર પર મૃત્યુદર અથવા તો ગંભીર બીમારી વિરૂદ્ધ પર્યાપ્ત સુરક્ષા માટે વેક્સિનનો એક જ ડોઝ લેવો. વેક્સિનના બે ડોઝ એ મોતને રોકવામાં પ્રભાવી છે એવું સંશોધન જણાવે છે. બાબુએ વધુમાં કહ્યું કે, નબળી વસતિ ધરાવતા લોકો માટે બંને ડોઝ જોઈએ. જો આપણે બે ડોઝ લેવામાં અસમર્થ છીએ તો આપણે એક ડોઝને કવર કરી શકીએ છીએ. જોકે બીજો ડોઝ ઓછામાં ઓછો 12 અઠવાડિયા પછી આપવો તો જોઈએ જ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments