Homeગુર્જર નગરીચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આ તારીખે ભારે વરસાદની કરવામાં આવી આગાહી

ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આ તારીખે ભારે વરસાદની કરવામાં આવી આગાહી

Team Chabuk-Gujarat Desk: ત્રણ અઠવાડિયાથી અજગરની જેમ આળસ મરડી પડેલા ચોમાસામાં અચાનકથી સક્રિયતા આવી છે. ગઈકાલે ગુજરાતનાં સૌરાષ્ટ્રના રાજકોટ અને અમરેલીમાં મેઘરાજાએ અમી છાંટણા કર્યા હતા તો હવે દેશના કેટલાક ભાગોમાં ફરી વખતે તેણે પોતાનું પ્રમાણ આપ્યું હતું.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી ત્રણ દિવસમાં દેશના વીસ ટકા ભાગમાં ચોમાસુ પોતાની ચાદર પાથરી શકે છે. બંગાળની ખાડીથી ઉત્તર પ્રદેશ સુધી પહોંચી ચૂકેલ પૂર્વની હવાઓ શનિવાર સુધીમાં દિલ્હી, હરિયાણા અને પંજાબ સહિતના 12 રાજ્યોમાં વરસાદી વાતાવરણ ફેલાય શકે છે.

આ રાજ્યોમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીમાં પણ શનિવારના રોજ વરસાદનું અનુમાન સેવવવામાં આવી રહ્યું છે. અહીં ચોમાસુ મોડું રહ્યાનાં 15 વર્ષનો કિર્તીમાન તૂટી ગયો છે. આ પહેલા વર્ષ 2006માં 9 જૂલાઈનાં રોજ ચોમાસાએ દિલ્હીનાં દ્વાર ખખડાવ્યા હતા.

ગુજરાતમાં શું સ્થિતિ છે?

હવામાન વિભાગના નિષ્ણાત એવા અંબાલાભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે આજ શનિવારના રોજથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે. તેમણે 13થી 20 તારીખ વચ્ચે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તેવું અનુમાન સેવ્યું છે. આ સિવાય રાજ્યના કેટલાક વિસ્તારમાં ચારથી 15 ઈંચ જેટલો મૂશળધાર વરસાદ પડી શકે છે.

ગુજરાત હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ ગુરૂવારનાં રોજ જણાવ્યું હતું કે, આગામી 9 અને 10 જુલાઈના રોજ ગુજરાતમાં વરસાદની શક્યતા નથી દેખાઈ રહી. જ્યારે 11 અને 12 જુલાઈનાં રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. તો કેટલાક વિસ્તારોમાં 13 તારીખના રોજ ભારે વરસાદ પડી શકે છે.

ચોમાસાની ઉત્તરી સીમા

રવિવારના રોજ બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર બની શકે છે. જેથી આગામી 3-4 દિવસમાં કેટલાય રાજ્યોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ અઠવાડિયામાં લેટ વરસાદની ભરપાઈ થઈ શકવાના એંધાણ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક આર.કે જેનામનીએ જણાવ્યું હતું કે, ચોમાસાની ઉત્તરી સીમા બાડમેર, ભીલવાડા ધૌલપુર, અલીગઢ, મેરઠ, અંબાલા અને અમૃતસરથી પસાર થઈ રહી છે.

તેમણે કહ્યું કે પૂર્વી હવાઓની ગતિને પકડવાના 24 કલાકની અંદર ચોમાસુ દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશના બાકીના વિસ્તારો અને હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં આગળ વધી શકે છે. ચોમાસુ આ કારણે જ સોમવારના રોજ દેશના અન્ય ભાગોને પણ ઘેરી શકે છે.

બિહારમાં યેલો એલર્ટ

બિહારમાં ફરી એક વખત ચોમાસુ સક્રિય થઈ રહ્યું છે. રાજ્યના તમામ 38 જિલ્લાઓને યેલો ઝોનમાં રાખીને વરસાદની પૂર્વધારણા લગાવવામાં આવી છે. હવામાન વિભાગે બિહારના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આજ રીતે મધ્યપ્રદેશમાં બે દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments