Team Chabuk-Sports Desk: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામે પહેલી ટી-20 મેચ હારી ગઈ. જો કે, આ મેચ હારવા છતાં ભારતીય ક્રિકેટર હરલીન દેઓલે ક્રિકેટ રસિકોના દીલ જીતી લીધા છે. હરલીને મેચમાં એક એવો ફ્લાઈંગ કેચ પકડ્યો હતો જેને જોઈને દર્શકોની આંખો પહોળી થઈ ગઈ હતી. એટલું જ નહીં વિરોધી ટીમની ખેલાડીઓએ પણ હરલીનને તાળીઓથી વધાવી લીધી હતી. આ કેચના કારણે ઈંગ્લેન્ડની ખેલાડી એમ એલન જોંસને પવેલિયનમાં પરત ફરવું પડ્યું હતું. એમી સિક્સ ફટકારીને અર્ધશતક નજીક જવા જઈ રહી હતી. જો કે, હરલીનના શાનદાર કેચના કારણે એલન જોંસનું સપનું અધુરૂ રહી ગયું હતું.
ફ્લાઈંગ હરલીન
એમી જોંસ 26 બોલ પર 43 રન બનાવી બેટિંગ કરી રહી હતી. જોંસે શિખા પાંડેની ઓવરમાં ઓવરમાં લોન્ગ ઓફ પર જોરદાર શોટ ફટકાર્યો હતો. જો કે, આ દિશામાં હરલીન સતર્ક હતી. બાઉન્ડ્રી નજીક ઉભી રહેલી હરલીને પહેલાં ડાઈવ લગાવીને કેચ પકડ્યો, બેલેન્સ બગડતા તેણે બોલ હવામાં ઉછાળી દીધો અને પોતે બાઉન્ડ્રીની અંદર જતી રહી. ત્યારબાદ બાઉન્ડ્રી બહારથી ડાઈવ લગાવી ફરી કેચ પકડી લીધો. જેના કારણે તાબડતોબ રન ફટકારી રહેલી જોંસને પવેલિયનનો રસ્તો પકડવો પડ્યો.
What a catch 👌🏻
— Sonal Goel IAS (@sonalgoelias) July 10, 2021
Sheer thrill⚡️
India’s @imharleenDeol takes a stunning juggling catch on the boundary to dismiss England’s Amy Jones in the T20 international at Northampton.
#T20 #ENGvsIND #HarleenDeol#WomenInSports 💪🙌🏻
(VC : SM ) pic.twitter.com/le2DpXsRI2
સચિને પણ વખાણ કર્યા
હરલીનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એટલું જ નહીં હરલીનની શાનદાર ફિલ્ડિંગના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પણ વખાણ કર્યા છે. સચિને હરલીનના કેચ મુદ્દે કહ્યું છે કે, આ એક શાનદાર કેચ હતો હરલીન દેઓલ. મારા માટે આ વર્ષનો સર્વશ્રેષ્ઠ કેચ છે.
That was a brilliant catch @imharleenDeol. Definitely the catch of the year for me!pic.twitter.com/pDUcVeOVN8
— Sachin Tendulkar (@sachin_rt) July 10, 2021
નોર્થમ્પ્ટનમાં રમાયેલા આ મુકાબલામાં ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 177 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ 8.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 54 રન બનાવી લીધા હતા. જો કે, ત્યારબાદ મેચમાં વરસાદ વિધ્ન બન્યો હતો. વરસાદના કારણે મેચ ફરી શરૂ થઈ ન હતી જેના કારણે ઈંગ્લેન્ડને ડકવર્થ લૂઈસ નિમયથી 18 રને વિજેતા જાહેર કરાઈ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત