Team Chabuk-Gujarat Desk: ગુજરાતના સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ તોબા પોકારાવી દીધી. જામનગર, રાજકોટ અને જૂનાગઢમાં પડેલા વરસાદે તો જનતાને પ્રાર્થના માગતા કરી દીધા હતા. કેટલાકને તો બે દિવસ ચેરાપુંજીમાં ઉતરાણ કરવા આવ્યા હોય તેવું લાગતું હતું! જામનગરમાં પડેલા અતિવૃષ્ટીના વરસાદે તો પશુપાલકોની જીવાદોરી પણ છીનવી લીધી. સુરેન્દ્રનગરમાં વીજળી પડવાથી તો જામનગરમાં મેઘરાજાના અતિરેક હેતથી ઢોરે જીવ ગુમાવ્યા. ઘણાના ખોરડાઓ પણ અતિવૃષ્ટીની થપાટનો ભોગ બન્યા છે.
સમગ્ર રાજ્યમાં ભાદરવામાં ભરપૂર વરસેલા મેઘરાજા હવે જામનગર, પોરબંદર, વલસાડ, દ્વારકા અને અમરેલીમાં આજે મેઘમહેર કરે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જોકે સૌરાષ્ટ્ર વિસ્તારમાં રહેલું રેડ એલર્ટનું સિગ્નલ હટી જવાના કારણે તાળવે ચોંટેલો જીવ હેઠો બેઠો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના કોઈ પણ સ્થળે રેડ એલર્ટ નથી.
હવામાન વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે ચોમાસાની સિસ્ટમને કારણે સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત અને ભરુચમાં તથા અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રેડ એલર્ટ અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે ઓરિસ્સામાં જે સિસ્ટમ સક્રિય બની હતી તે ગુજરાત તરફ આવવાની હતી, પરંતુ ફંટાઈ જવાના કારણે ગુજરાત પર હવે કોઈ આફત નથી રહી. જેથી રેડ એલર્ટની આગાહી પાછી ખેંચવામાં આવી છે. રેડ એલર્ટની આગાહી હટાવી લેવામાં આવી હોવા છતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલે 17મી સપ્ટેમ્બર અને 18મી સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય આજથી 18મી સપ્ટેમ્બર સુધી કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત