Team Chabuk-Gujarat Desk: સુરતના ઉધનામાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પોતાના પ્રેમજાળમાં ફસાવી, બ્લેકમેલ કરી તેના પર દુષ્કર્મ આચરનારા કેસમાં દિનપ્રતિદિન નવા વળાંકો આવી રહ્યા છે. હવે આ કેસમાં નરાધમ આરોપી તરફથી વિદ્યાર્થિનીને ધમકી અપાતી હોય તેણીએ વખ ઘોળ્યું છે અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગે પીડિત સગીરાનો જ્યાં ને ત્યાં પીછો કરી માતા પિતા અને ભાઈને મારી નાખવાની ધમકી ઉચ્ચારાઈ હોવાનું, દુષ્કર્મ પીડિત યુવતીએ સારવાર દરમ્યાન જણાવ્યું હતું.
શું છે સમગ્ર ઘટના?
આ વિદ્યાર્થિની સુરતના ઉધનામાં રહેતી હતી અને બારમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી. 17 વર્ષીય વિદ્યાર્થિની 21 વર્ષના વિશાલના સંપર્કમાં આવી ત્યારે તેને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે ભવિષ્યમાં તેની સાથે શું થવાનું છે? બંને ફરવા જતા ત્યારે વિશાલે વિદ્યાર્થિનીની અશ્લીલ તસવીરો પાડી લીધી અને તેને છાશવારે બ્લેકમેલ કર્યા કરતો હતો. બ્લેકમેલ પ્રવૃત્તિમાં જ વિશાલે વિદ્યાર્થિની પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. પરિવારના લોકોને જ્યારે આ અંગેની જાણકારી મળી ત્યારે તેઓ વિશાલને સમજાવવા માટે તેના ઘરે પહોંચ્યા હતા પણ ત્યાં તો ચોરી ઉપર સે સીના જોરી જેવી સ્થિતિ સર્જાય હતી. અહીં વિશાલે પરિવારને જાતીવિષયક શબ્દો કહ્યા હતા અને તેમનું અપમાન કરી તેમની સાથે ઝઘડો કર્યો હતો.
આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ
ઝઘડો કર્યા બાદ વિશાલે પરિવારને બદનામ કરી નાખવાની ધમકી આપી હતી અને પૈસા પણ માગ્યા હતા. વિદ્યાર્થિનીએ વિશાલ પાટીલને વીસ હજાર રૂપિયા પણ આપ્યા હતા. આમ છતાં વિશાલની કનડગત વિદ્યાર્થિનીના માથેથી દૂર નહોતી થઈ. જેથી કોઈ રસ્તો ન બચતા પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં વિશાલ વિરૂદ્ધ બળાત્કાર, બદનામી, આઈટી એક્ટ, એટ્રોસિટી એક્ટ, પોક્સો સહિતની કલમો લગાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ વિશાલ કાચા કામના કેદી તરીકે જેલમાં છે.
‘તું વિશાલને ઓળખતી નથી…’
એવામાં વિદ્યાર્થિનીની પાસે પાટીલનો માણસ પંદર દિવસ પહેલા આવ્યો હતો અને કેસ આટોપી નાખવાનું વિદ્યાર્થિનીને કહ્યું હતું. વિદ્યાર્થિની જ્યાં કામ કરી રહી છે ત્યાં જઈ વિશાલના માણસે કહેલ કે, ‘તું વિશાલને ઓળખતી નથી. બહાર આવી તારા મમ્મી-પપ્પા અને ભાઈને મારી નાખશે. કેસ પતાવી નાખવા તું મારી સાથે હાઈકોર્ટ ચાલ.’ વિદ્યાર્થિનીએ હિંમત એકઠી કરતા જ્ઞાન પાટીલ નામના આ વ્યક્તિને હું પોલીસમાં જાવ છું એમ કહ્યું હતું. સામે જ્ઞાન પાટીલે તેને ધમકાવતા કહ્યું હતું કે, ‘પોલીસ અમારું કંઈ કરવાની નથી. પોલીસ પોલીસ શું કરે છે? લે કમલેશ પાટીલ સાથે વાત કર? આજે જેલમાં ભાઈ લોગો સાથે મિટિંગ છે.’
યુવતીએ દવા પી લીધી
જ્ઞાન પાટીલ અહીંથી અટક્યો નહોતો. તેણે ચાર દિવસ સુધી વિદ્યાર્થિનીનો પીછો કર્યો હતો. દારૂના નશામાં ચકચૂર થઈ ઘર પાસે આવી ગાળો ભાંડતો હતો. વિદ્યાર્થિની જ્ઞાન પાટીલથી ડરી જતાં તેણીએ ઝેરી દવા પી લીધી હતી. દવા પીધા બાદ વિદ્યાર્થિનીને ઉલ્ટી થતાં તેની માતા ગભરાઈ ગઈ હતી. અહીંથી ગભરાયેલી માતાએ યુવતીને 108 મારફતે સારવાર હેઠળ ખસેડી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત