Team Chabuk-Gujarat Desk: 16 જૂનથી ગુજરાતમાં વિધિવત વરસાદનો આરંભ થઈ ગયો છે. ગઈકાલે મહાનગર અમદાવાદમાં બપોર બાદ વરસાદી વાતાવરણ સર્જાયું હતું અને ઠંડક પ્રસરી ગઈ હતી, પણ વરસાદે દેખા દીધી નહોતી. જોકે સુરત શહેરમાં વરસાદી માહોલ યથાવત છે.
સુરતના અડાજણ, રાંદેર, અઠવાલાઇન્સમાં વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. વરસાદ પડવાના કારણે શહેરીજનોને ઉકળાટમાંથી શાંતિ મળી હતી. જ્યારે મોર્નિંગ વોક પર નીકળેલા લોકોની મજા મેઘરાજાએ બેગણી કરી દીધી હતી. આ સિવાય સુરત શહેરના ચોક ભાગળ, વરાછા, મજૂરમાં ઉધના, પીપલોદમાં પણ મેઘરાજાએ ખરેખરી રમઝટ બોલાવી દીધી છે.
જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ સક્રિય થયું છે. જેથી આગામી ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. એક જ દિવસમાં રાજ્યના કુલ 114 તાલુકાઓ પર મેઘરાજા મહેરબાન થયા હતા. જેમાં સરેરાશ 1 મિલીમીટરથી લઈને 4 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે તારીખ 20-21 જૂનનાં રોજ વરસાદનું જોર વધશે. એ પછી સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની ખરી ઈનિંગનો આરંભ થશે. જેથી મેઘરાજાનું ખરું સ્વરૂપ વીસ તારીખ પછી જોવા મળશે. અમદાવાદમાં રવિવાર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આ જ રીતે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ મધ્યમ વરસાદ રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત