Homeદે ઘુમા કેWTC: આજે સાઉથેમ્પ્ટનમાં ઐતિહાસિક મુકાબલો, ભારતે ન્યૂઝિલેન્ડ સામે 59 ટેસ્ટમાંથી આટલી જીતી...

WTC: આજે સાઉથેમ્પ્ટનમાં ઐતિહાસિક મુકાબલો, ભારતે ન્યૂઝિલેન્ડ સામે 59 ટેસ્ટમાંથી આટલી જીતી છે

Team Chabuk-Sports Desk: ક્રિકેટ રસિકો જે દિવસની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ પણ આવી ગયો છે. આજે ઈગ્લેન્ડના સાઉથેમ્પ્ટનમાં ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસનો સૌથી મોટો મુકાબલો થશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારત અને ન્યૂઝિલેન્ડની ટક્કર થશે. આજથી શરૂ થનારી મેચ 22 જૂન સુધી ચાલશે. વરસાદના કારણે મેચ માટે એક રિઝર્વ દિવસ પણ રાખવામાં આવ્યો છે. ભારતે એક દિવસ પહેલાં જ પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી હતી. જેમાં યુવા અને દિગ્ગજ ખેલાડીઓનો સામેલ કરાયા છે.

ન્યૂઝિલેન્ડે નથી ખોલ્યા પત્તા

લગભગ બે વર્ષના લાંબા સફર બાદ વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા અને કેન વિલિયમ્સનની આગેવાનીમાં ટીમ ન્યૂઝિલેન્ડે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં જગ્યા પાક્કી કરી હતી. ટીમ ઈન્ડિયાએ મેચના એક દિવસ પહેલાં જ પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે જ્યારે ન્યૂઝિલેન્ડે હજુ સુધી પ્લેઈંગ ઈલેવન જાહેર કરી નથી.

ભારતે ટીમમાં અનુભવી ખેલાડીઓને મોકો આપ્યો છે. ટેસ્ટ રેંકિંગમાં ન્યૂઝિલેન્ડ પહેલાં સ્થાને પહોંચી ગયું છે. તાજેતરમાં જ ઈંગ્લેન્ડને ટેસ્ટ મેચ હરાવી ન્યૂઝિલેન્ડ પહેલાં સ્થાને પહોંચ્યું છે. આમ, ન્યૂઝિલેન્ડને મેચ પહેલાં પોતાનું ફોર્મ દર્શાવી દીધુ છે. બીજી તરફ વિરાટ બ્રિગેડને મેચ પહેલાં પ્રેક્ટીસનો મોકો પણ નથી મળ્યો જે કારણ હોઈ શકે છે કે, અનુભવી ખેલાડીઓને તક મળી છે.

ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની શરૂઆતમાં ગયા વર્ષે ન્યૂઝિલેન્ડ સાથે ટેસ્ટ સિરીઝ રમી હતી. જેમાં ભારતને 2-0થી હારનો સામનો કરવો પડ્યો હતો.

પીચ પર નજર

ફાઈનલ મેચને લઈને ચર્ચા થઈ રહી હતી કે, ન્યૂઝિલેન્ડના ફાસ્ટ બોલર્સ ભારતીય બેટ્સમેનને પરેશાન કરી શકે છે. જો કે, ગાવસ્કર અને પેનેસર જેવા દિગ્ગજ ખેલાડીઓનું માનવું છે કે, સાઉથેમ્પટનમાં હાર જે ગરમી પડી રહી છે જેનાથી ભારતના સ્પીનર્સ આર. અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને ફાયદો કરાવી શકે છે.
ન્યૂઝિલેન્ડના ફાસ્ટ બોલર્સ સ્વિંગ માટે જાણીતા છે. ડ્યૂક બોલ તેને ફાયદો કરાવી શકે છે. ભારતના દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલી ઘણીવાર ન્યૂઝિલેન્ડના સ્વીંગ બોલર્સ સામે પરેશાનીનો સામનો કરતાં જોવા મળ્યા છે.

ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે 59 ટેસ્ટ મુકાબલા થયા છે જેમાંથી ભારતે 21 મેચ જીતી છે. જ્યારે 12 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

પ્લેઈંગ ઈલેવન

ભારત
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અંજિક્ય રહાણે, ઋષભ પંત (વિકેટ કિપર),
આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી.

ન્યૂઝિલેન્ડે પોતાની પ્લેઈંગ ઈલેવન જાહેર કરી નથી

ન્યૂઝિલેન્ડ
કેન વિલિયમ્સન (કેપ્ટન), ટોમ બ્લંડેલ, ટ્રેન્ટ બોલ્ટ, ડેવોન કૉનવે, કોલિન ડી ગ્રૈંડહોમ, મેટ હેનરી, કાઈલ જૈમિસન, ટૉમ લાથમ, હેનરી નિકોલસ, એજાજ પટેલ, ટીમ સાઉથી, રૉસ ટેલર, નીલવેગનર, બીજે વાટલિંગ અને વિલ યંગ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments