Homeગુર્જર નગરીગુજરાત હાઇકોર્ટે ભાજપ નેતા હાર્દિક પટેલને આપી મોટી રાહત, જાણો વધુ વિગતો

ગુજરાત હાઇકોર્ટે ભાજપ નેતા હાર્દિક પટેલને આપી મોટી રાહત, જાણો વધુ વિગતો

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ભાજપે વિરમગામ બેઠક પરથી આ વખતે હાર્દિક પટેલને ઉમેદવાર બનાવ્યા છે. હાર્દિક પટેલ માટે ખૂબ જ મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત ભાજપના નેતા હાર્દિક પટલેને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. વિસનગર તોડફોડના કેસમાં મહેસાણામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધની શરતમાં હાઇકોર્ટે આશિંક રાહત આપી છે. હાર્દિક પટેલને એક વર્ષ સુધી મહેસાણામાં પ્રવેશ પર છુટ રહેશે. સુનાવણી દરમિયાન કોર્ટે હળવી ટકોર કરી હતી. હવે આ કેસમાં થયેલી સજા રદ થઇ જાય તો પણ સરકારને વાંધો નહી હોય !

ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ પહેલાં જ હાઈકોર્ટે હાર્દિક પટેલને મોટી રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટમાંથી ભાજપના વિરમગામના ઉમેદવાર હાર્દિક પટેલને રાહત મળી છે. તેમને મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવાની એક વર્ષ માટે મંજૂરી આપવામાં આવી છે.

ભાજપે વિરમગામ બેઠક પર હાર્દિક પટેલને ટિકિટ આપી છે. વિરમગામ બેઠક પર ભાજપ 15 વર્ષથી જીતી શક્યું નથી. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ડોક્ટર તેજશ્રીબેન દિલીપકુમાર પટેલ મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ તેમને કોંગ્રેસના લાખાભાઈ ભરવાડની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસના ઉમેદવારને 76 હજાર 178 મતો મળ્યા હતા. જ્યારે ભાજપ ઉમેદવારને 69 હજાર 630 મતો મળ્યા હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments