Team Chabuk-Entertainment Desk: ટેલિવિઝન જગતમાંથી વધુ એક દુઃખદ સમાચાર આવ્યા છે. ટીવી અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશીનું (Siddhaanth Vir Surryavanshi) આજ રોજ 11 નવેમ્બરના રોજ નિધન (passaway) થયું છે. સવારે જિમમાં વર્કઆઉટ કરતાં સમયે જ 46 વર્ષીય સિદ્ધાંત સૂર્યવંશીનું મોત થયું હતું. સિદ્ધાંતને વર્ક આઉટ સમયે પહેલાં જિમમાં ચક્કર આવ્યા હતા અને તે બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ ટ્રેનર્સ તથા અન્ય સભ્યોએ તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભાનમાં ના આવતા એમબ્યૂલન્સ બોલાવવામાં આવી હતી. ત્યારબાદ સિદ્ધાંત સૂર્યવંશીને તાત્કાલિક કોકિલાબેન હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તબીબોએ એક કલાક સુધી સિદ્ધાંતની સારવાર કરી હતી, પરંતુ 12.31 વાગે તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
સિદ્ધાંતે પોતાની કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. તે આનંત સૂર્યવંશીના નામથી પણ જાણીતો હતો. સિરિયિલ ‘કુસુમ’થી તેણે ટીવી સિરિયલમાં ડેબ્યૂ કર્યું હતું. સિદ્ધાંત સૂર્યવંશીએ વિવિધ ટીવી શોમાં કામ કર્યું છે, જેમાં ‘કસૌટી જિંદગી કી’, ‘વારીસ’, ‘કૃષ્ણા અર્જુન’, ‘ક્યા દિલ મેં હૈ’ સામેલ છે. સિદ્ધાંતના છેલ્લા ટીવી શો ‘ક્યોં રિશ્તોં મેં કટ્ટી બટ્ટી’ તથા ‘જિદ્દી દિલ’ હતા.

સિદ્ધાંતે વર્ષ 2000માં ઈરા સાથે લગ્ન કર્યા હતા. જોકે, 2015માં બંને અલગ થઈ ગયા હતા. સિદ્ધાંત તથા ઈરાને એક દીકરી છે. ત્યારબાદ 2017માં સિદ્ધાંત સૂર્યવંશીએ એલિસા રાઉત સાથે લગ્ન કર્યા હતા. જ્યારે એલિસાને પહેલા લગ્નથી દીકરો માર્ક છે. મહત્વનું છે કે, રાજુ શ્રીવાસ્તવ અને દીપેશ ભાન બાદ આ ત્રીજા સેલિબ્રિટીનું જીમમાં વર્ક આઊટ દરમિયાન મોત થયું છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત